બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Now Jammu and Kashmir Police active in Kiran Patel case

કાર્યવાહી / કિરણ પટેલ કેસમાં હવે જમ્મુ-કાશ્મીર પોલીસ એક્ટિવ, કરી શકે છે માલિની પટેલની ધરપકડ

Malay

Last Updated: 10:06 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીર પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી શકે છે. જાણો શું છે સમગ્ર મામલો vtvgujarati પર...

 

  • માલિની પટેલની કશ્મીર પોલીસ કરી શકે છે ધરપકડ
  • અમદાવાદમાં માલિની પટેલની કરાઈ હતી ધરપકડ
  • કિરણ પટેલ સાથે માલિની પટેલ પણ ગઈ હતી કાશ્મીર

રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. જે બાદ તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હવે માલિની પટેલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે માલિની પટેલની ધરપકડ કરી શકે છે. કિરણ પટેલ સાથે માલિની પટેલ પણ કાશ્મીર ગઈ હતી.

Tag | VTV Gujarati

જમ્મુ-કાશ્મીર પોલીસ કરી શકે છે ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર,  માલિનીએ પણ પતિ કિરણ પટેલે કરેલા ગુનાઓમાં સાથ આપ્યો હતો. વર્ષ 2022માં કિરણ પટેલ કાશ્મીર અને શ્રીનગર ફરવા માટે ગયો હતો. તેની સાથે માલિની પટેલ પણ ગઈ હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીર પોલીસ કિરણ પટેલ બાદ હવે તેની પત્ની માલિનીની પણ ધરપકડ કરી શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કિરણને અમદાવાદ લાવવામાં આવશે, જે બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ તેની પત્ની માલિની પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને પૂછપરછ માટે કાશ્મીર લઈ જશે. 

માલિની પટેલ 3 એપ્રિલ સુધીના રિમાન્ડ પર
કિરણ પટેલની પત્ની માલિની પટેલના મેટ્રો કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. માલિની પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી હતી. ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે.  

ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી માલિની  
ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલ મોઢું છુપાવી રહેલી આ મહિલા મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ છે. પતિના કારસ્તાન સાથે પત્નીએ પણ ઠગાઇમાં સાથ આપીને પત્નીવર્તાની ફરજ નિભાવી હોય તેવા ગુના આચર્યા.. ક્રાઇમ બ્રાન્ચમાં જગદીશ ચાવડાએ કરોડોનો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતે મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે, કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર ઠગે પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી જંબુસરથી માલિની પટેલની ધરપકડ કરી હતી. ઠગ દંપતીએ બન્ને મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

વારંવાર ફોન પર કશ્મીરની વાત કરતો..' કિરણ પટેલના ખૂલ્યા કાંડ, સુરતના  ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાનો કર્યો હતો સંપર્ક | Another revelation on fake PMO  officer Kiran Patel
મહાઠગ કિરણ પટેલ

BAMS ડોક્ટર છે માલિની પટેલ
પકડાયેલ માલિની પટેલની પૂછપરછ માં સામે આવ્યું હતું કે પોતે BAMS ડોકટર છે અને અગાઉ ગાયકનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. પરતું દીકરીઓની જવાબદારી કારણે ક્લિનિક બંધ કર્યું અને પતિના ઠગાઇના ધંધામાં પ્રવેશ કર્યો હતો. અગાઉ તેનો પતિ કિરણ પટેલ અને જેઠ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી, એર ટીકીટ બુકીંગ કામ કરતા હતા તે વખતે દેવું થઈ જતા બન્ને ભાઈઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશન છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નરોડામાં ફોર વ્હિલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ઠગ દંપતીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોમ્બર 2022માં દિવાળીના તહેવારમાં માલિની પોતાના પતિ કિરણ અને બે દીકરીઓ સાથે જમ્મુ કશ્મીર અને શ્રીનગર સિટીમાં ફરવા માટે ગઈ હતી. ત્યારે પતિ કિરણ પટેલ પીએમઓના અધિકારી ઓળખ આપીને ફરવા માટે પ્રોટેક્શન અને રહેવા માટે ફાઈવસ્ટાર લલિત હોટલમાં રોકાયો હતો. એટલું જ નહીં કિરણ પટેલે પોતે હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મન્યુફેક્ચરના પ્રોજેક્ટના કામથી આવ્યો હોવાથી પ્રોટેક્શન મળ્યું હોવાનું પત્ની માલિની કહેવું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી માલિની પટેલ પતિના ઝેડ પલ્સ સિક્યુરિટીની લઈને અજાણ હોવાનું દાવો કરી રહી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ