બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Notice to cut water sewer connection in buildings without NOC in Ahmedabad,

હવે તો સાચવો! / અમદાવાદમાં NOC નથી તે બિલ્ડિંગોમાં પાણી-ગટર કનેક્શન કાપવા નોટિસ, કેમ હજુ બેદારકારી દાખવે છે લોકો?

Kishor

Last Updated: 08:09 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગે શહેરમાં 23 બિલ્ડીંગને NOC મામલે નોટિસ આપી છે.

  • અમદાવાદના શાહીબાગમાં લાગેલી આગ બાદ તંત્ર જાગ્યું
  • ફાયર વિભાગે શહેરમાં 23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ ફટકારી નોટિસ 
  • પાણી અને ગટરના કનેક્શન કાપવા ફટકારી નોટિસ 

અમદાવાદના શાહીબાગમાં ભભૂકી ઉઠેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેને પગલે ફાયર વિભાગે શહેરમાં 23 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ નોટિસ ફટકારી છે. જેમાં પાણી અને ગટરના કનેક્શન કટ કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગોતાની સેવન્થ ગ્રેસ અને ઘાટલોડિયાના નિર્માણ કોમ્પલેક્ષને નોટિસ આપવામાં આવી છે.

ઈસનપુરની શ્યામસાઈ-2 અને ખોખરાની શ્રી રામ હાઈટ્સને અપાઈ નોટિસ

ઉપરાંત તંત્ર દ્વારા એલર્ટ મોડમાં આવી થલતેજની ઈન્દ્રપ્રસ્થ અને મણિનગરના રૂદ્રા સ્કાઈ, ઈસનપુરની શ્યામસાઈ-2 અને ખોખરાની શ્રી રામ હાઈટ્સ, ચાંદલોડિયાના બી.એમ.ટાવર અને સેટેલાઈટના હેત્વી ટાવર, બોડકદેવના પુષ્કર ટાવર અને રોયલ ચિન્મય ટાવર ઉપરાંત જગતપુરના વ્રુંદાવન અને રાણીપના કલાસાગર હાઈટ્સને તાકીદ કરાઈ છે. 

ઈન્દ્રપ્રસ્થ ટાવર સહિતની બિલ્ડિંગમાં બેદરકારી 

મહત્વનુ છે કે એનઓસી મામલે અનેક નોટિસ આપવા છતાં ઈમારતોના સંચાલકો નોટિસને ગણકારતા નથી અને તેમના દ્વારા અત્યાર સુધીમાં   NOC લેવામાં આવી નથી. ઈન્દ્રપ્રસ્થ ટાવર સહિતની બિલ્ડિંગમાં બેદરકારી જોવા મળી રહી છે. મકાન માલિકો ગેલેરીમાં વેન્ટિલેશન ન રાખતા હોય ઉપરાંત અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. ઉપરાંત બિલ્ડીંગની ગેલેરીમાં ઝાળીઓ લગાવેલી જોવા મળી રહી છે. જેને લઈને એલીવેશનનાં કારણે આકસ્મિક ઘટનામાં ઈમેરજસી એગ્ઝિટ કરવી મુશ્કેલ બને છે.


ગત તા.7 ના રોજ ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના લાગી હતી આગ

ગત 07 જાન્યુઆરીના રોજ અમદાવાદની ઓર્ચિડ ગ્રીન બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. ગિરધરનગરમાં ઓર્ચિંડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકના સાતમા માળે સુરેશ ગૌતમચંગ જીરાવાલા તેમના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈના ભાઈની 17 વર્ષીય દીકરી પ્રાંજલ સુરતથી અમદાવાદ ભણવા માટે આવી હતી. તે સુરેશભાઈના ઘરે રહેતી હતી. આજે સવારે તે નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. ત્યારે ગિઝર ચાલુ કરતા અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાંજલે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધીમે-ધીમે આગ આખા ફ્લેટમાં પ્રસરી ગઈ હતી. જેથી પ્રાંજલ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. તો આગ લાગતા સુરેશભાઈ અને તેમનો પરિવાર તાત્કાલિક ઘર બહાર દોડી ગયો હતો. જ્યારે પ્રાંજલ બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી.જેમાં 15 જેટલી ગાડીએ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. 


બાલ્કનીમાંથી પોતાનો જીવ બચાવવા માટે 17 વર્ષીય પ્રાંજલ ચીસાચીસ કરતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રાંજલ બેભાન થઈ ગઈ હતી અને ખૂબ દાઝી ગઈ હતી. તરુણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ