બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / No one asked India during Manmohan Singh's time- said Narayana Murthy at IIM Ahmedabad

નિવેદન / મનમોહનસિંહના સમયમાં ભારતને કોઈ પૂછતું નહોતું, નિર્ણયો ખૂબ ખરાબ: IIM અમદાવાદમાં દિગ્ગજ બિઝનેસમેનનું નિવેદન

Megha

Last Updated: 12:09 PM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન આર નારાયણ મૂર્તિ મનમોહન સિંહ સરકારમાં જે સમય હતો તેને સારો નથી માનતા. કારણ કે યુપીએ સરકારમાં ભારતની આર્થિક ગતિવિધિઓ ઠપ પડી ગઈ હતી.

  • મનમોહન સરકારમાં ઠપ પડી ગઈ હતી આર્થિક ગતિવિધિઓ 
  • ભારતીય યુવા ચીનના હરીફ બની શકે છે
  • ભારતના UPA સમયમાં નિર્ણયો લેવામાં નહતા આવતા 

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસના કો ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે દેશને આધાર કાર્ડ જેવી વ્યવસ્થા અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી પણ એ છતાં એન આર નારાયણ મૂર્તિ મનમોહન સિંહ સરકારમાં જે સમય હતો તેને સારો નથી માનતા. કારણ કે યુપીએ સરકારમાં ભારતની આર્થિક ગતિવિધિઓ ઠપ પડી ગઈ હતી.

મનમોહન સરકારમાં ઠપ પડી ગઈ હતી આર્થિક ગતિવિધિઓ 
ઇન્ફોસિસના કો ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિએ IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, યુપીએ સરકાર સમયે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે ભારતમાં આર્થિક ગતિવિધિઓ ઠપ પડી ગઈ હતી. એ સરકાર સમયે દેશમાં નિર્ણયો લેવામાં નહતા આવતા. દુનિયામાં ભારતને કોઈ ખાસ રીતે ગણકારતું નહતું. અને હાલની પરિસ્થિતિ તેનાથી વિપરીત છે અને આજે વિશ્વમાં ભારતનું ખૂબ જ સમ્માન છે અને એ સાથે જ ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. 

ભારતીય યુવા બની શકે છે ચીનના હરીફ 
IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન એન આર નારાયણ મૂર્તિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતના યુવા દિમાગ ચીનના હરીફ બની શકે છે. વાતચીત દરમિયાન એમને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'હું  2008 અને 2012 વચ્ચે લંડનમાં HSBCના બોર્ડમાં હતો અને શરૂઆતના કેટલાક વર્ષોમાં એ બોર્ડરૂમ બેઠકોમાં ચીનનો બેથી ત્રણ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ એ સમયે ભારતનું નામ માત્ર એક જ વખત લેવામાં આવ્યું હતું. 

ચીને ભારતને મોટા અંતરે પાછળ છોડ્યું હતું 
વાતચીત દરમિયાન એન આર નારાયણ મૂર્તિએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે,' જ્યારે હું તમારી ઉંમરનો હતો ત્યારે મારા પર વધુ જવાબદારી નહતી, કારણકે એ સમયે ન મરાથી કે ન મારા ભારતથી લોકોને વધુ કોઈ ઉમ્મીદ નહતી. આજે તમારી પાસેથી એટલે કે દેશના યુવા પાસે દેશને આગળ લઈ જવાની ઉમ્મીદ છે. ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં 6 ગણી છે અને ચીને 44 વર્ષમાં ભારતને મોટા અંતરથી પાછળ છોડી દીધું છે. ચીનની પ્રગતિ અવિશ્વસનીય છે એ આપણે બધા જાણીએ છીએ પણ મારા મતે આજનો ભારતનો યુવા ભારતને ચીનનો હરીફ બનાવી શકે છે. 

ભારતના UPA સમયમાં નિર્ણયો લેવામાં નહતા આવતા 
એન આર નારાયણ મૂર્તિએ આગળ કહ્યું હતું કે, ' મને ખબર નથી કે પહેલા ભારતને શું થયું હતું. મનમોહન સિંહ એક અસાધારણ પૂર્વ પીએમ હતા અને મને તેમના માટે ખૂબ જ સન્માન છે પણ મારુ માનવું છે કે UPA સમયમાં ભારત થંભી ગયું હતું અને એ સમયે નિર્ણયો લેવાતા ન હતા.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ