Nirmala Sitharaman made many big announcements to further promote the agriculture sector
BIG NEWS /
બજેટમાં કૃષિક્ષેત્રને શું મળ્યું? એક કરોડ ખેડૂતો કરશે પ્રાકૃતિક ખેતી, કિસાન સન્માન નિધિ માટે પણ મોટું એલાન
Team VTV01:29 PM, 01 Feb 23
| Updated: 04:44 PM, 01 Feb 23
સરકારે કૃષિ ક્ષેત્રમાં મોટી જાહેરાતો કરી છે. જે મુજબ સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે, 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે, કીટનાશક માટે 10 હજાર બાયોઈનપુટ સેન્ટર બનાવાશે.
સામાન્ય બજેટમાં સરકારે કૃષિ ક્ષેત્રને આપી એક મોટી ભેટ
કૃષિ ક્ષેત્ર માટે લોનનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે
1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે
કીટનાશક માટે 10 હજાર બાયોઈનપુટ સેન્ટર બનાવાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. અમૃતકાળના આ પ્રથમ બજેટમાં નાણામંત્રી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રોને ગતિ આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. ડિજીટાઈઝેશનએ દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં એક મોટી ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગુ કરવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.
બજેટમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવાનો ઉલ્લેખ
આ અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. સરકાર આગામી વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે પ્રાથમિકતા આપશે. બજેટમાં કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાથી ખેડૂતોને પાકનો અંદાજ કાઢવામાં મદદ મળશે. તેનાથી પાકની ગુણવત્તામાં વધારો થશે.
કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ વિકાસ પર ભાર મૂકશે સરકાર
આ ઉપરાંત સરકારે એગ્રીટેક સહાયને પ્રાથમિકતા આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકાર કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ વિકાસ પર ભાર મૂકશે. તેનાથી ખેડૂતોની ઘણી મોટી સમસ્યાઓ હલ થશે. કૃષિ ક્ષેત્રને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાથી ખેડૂતોને ખેતી કરવામાં પહેલાં કરતાં વધુ સુવિધા મળશે.
कृषि से जुड़े स्टार्ट अप को प्राथमिकता दी जाएगी। युवा उद्यमियों द्वारा कृषि-स्टार्टअप को प्रोत्साहित करने के लिए कृषि त्वरक कोष की स्थापना की जाएगीः वित्त मंत्री निर्मला सीतारमण pic.twitter.com/hh3rrJ7P5O