બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nirbhayas mother asha devi may contest against kejriwal

રાજનીતિ / નિર્ભયાની માતાએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી લડવા મુદ્દે કહ્યું...

Kavan

Last Updated: 08:05 PM, 17 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નિર્ભયાની માતા આશાદેવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી શકે છે. તેવા સમાચાર વહેતા થયાં હતા ત્યારે આશાદેવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેઓ ક્યારેય ચૂંટણી લડવાના નથી.

  • દિલ્હી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગ્યા 
  • નિર્ભયાના માતા નહીં લડે ચૂંટણી 
  • કેજરીવાલ પર લગાવ્યા આરોપ 

ચૂંટણી લડવાના અહેવાલો થયાં હતા પ્રસિદ્ધ

નિર્ભયાની માતા આશાદેવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સીએમ અરવિંદ કેજરીવાલ સામે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. તાજેતરમાં જ તેમણે નિર્ભયા દોષીઓને ફાંસી આપવામાં મોડા થવા માટે અરવિંદ કેજરીવાલ અને ભાજપ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલ પર નિર્ભયાના માતાએ લગાવ્યા આરોપ 

દિલ્હી ગેંગરેપ મામલે આશાદેવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જાણી જોઇને મોડું કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજનીતિ માટે દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેના પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, તેમણે ઝડપથી ફાંસી આપવામાં આવે છે. શુક્રવારે જ આશાદેવીએ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે, 2012માં નિર્ભયાને ન્યાય અપાવવા માટે જે લોકો રસ્તા પર ઉતર્યા હતા તે લોકો આજે દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કરવાનું કારણ બન્યા છે. 

PM મોદીને મદદ કરવા કહ્યું 

આશા દેવીએ કહ્યું હતું કે મને ગમ્યું હોત, જો દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હોત કે પોલીસ અમને આપો, અમે છોકરીઓની રક્ષા કરીશું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે જો વડા પ્રધાન ખરેખર દેશની સાથે હોય તો તેમણે 22 જાન્યુઆરીએ જ ગુનેગારોને ફાંસી આપવાનું કામ કરવું જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Arvind kejriwal Delhi Elections 2020 Delhi elections congress અરવિંદ કેજરીવાલ ગુજરાતી ન્યૂઝ દિલ્હી Delhi Elections 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ