બ્રેકિંગ ન્યુઝ
VTV / Nirbhaya case mother asha devi statement nirbhaya divas tihar jail
Last Updated: 08:03 AM, 20 March 2020
ADVERTISEMENT
આશા દેવીએ કહ્યું કે અમારા સાત વર્ષનો જે સંઘર્ષ છે, તે આજે કામ આવ્યો છે. પ્રથમ વખત દેશમાં ચાર લોકોને એક સાથે ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા છે, ભલે મોડો પણ ન્યાય જરૂર મળ્યો છે. આના માટે દેશની સરકાર, રાષ્ટ્રપતિ અને કોર્ટોનો આભાર. અમારી દીકરી સાથે જે થયું તેનાથી સમગ્ર દેશ શર્મસાર થયો હતો પરંતુ હવે જ્યારે આ ગુનેગારોને ફાંસી આપવામાં આવી છે, તો બીજી દીકરીઓને પણ ન્યાય મળવાની આશા જાગી છે.
#WATCH Asha Devi, mother of 2012 Delhi gang rape victim shows victory sign & hugs her sister Sunita Devi and lawyer Seema Kushwaha. pic.twitter.com/rskapVJR13
— ANI (@ANI) March 20, 2020
ADVERTISEMENT
શું કહ્યું નિર્ભયાની માતાએ?
આ નિર્ણય પર નિર્ભયાની માં આશા દેવીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે સાત વર્ષનો સંઘર્ષ આજે પૂરો થઇ રહ્યો છે. નિર્ભયાની માંએ કહ્યું કે તેઓ 20 માર્ચે નિર્ભયા દિવસના રૂપમાં મનાવવામાં આવશે.
ચુકાદા બાદ નિર્ભયાની માં આશા દેવીએ કહ્યું કે 7 વર્ષ બાદ આખરે અમને ન્યાય મળ્યો છે, દેશના લોકોએ નિર્ભયા માટે લડાઈ લડી છે. આશા દેવીએ કહ્યું કે 20 માર્ચનો દિવસ નિર્ભયાના નામ, દેશની દીકરીઓના નામ પર યાદ આવશે.
વધુમાં તેમણે કહ્યું કે મોડું થયું પરંતુ સારૂ થયું. અમે છેલ્લા સાત વર્ષમાં નિર્ભયાથી અલગ નથી થયા, દરેક પળ અમને તેનું દુઃખ અનુભવાતું હતું.
#WATCH Asha Devi, mother of 2012 Delhi gang rape victim says, "As soon as I returned from Supreme Court, I hugged the picture of my daughter and said today you got justice". pic.twitter.com/OKXnS3iwLr
— ANI (@ANI) March 20, 2020
તેમણે કહ્યું કે, નિર્ભયાનું દુઃખ જ અમારો સંઘર્ષ બન્યો અને ન્યાય માટે અમે લડાઇ લડી. આશા દેવીએ કહ્યું કે 20 માર્ચે તેઓ નિર્ભાય દિવસ તરીકે મનાવશે.
દેશમાં સિસ્ટમ બદલવાની જરૂરઃ નિર્ભયાનો વકીલ
નિર્ભયાના વકીલે કહ્યું કે આજે અમને ન્યાય મળ્યો છે, જે પ્રકારે ગુનેગારોને નિર્ભયાની સાથે બર્બરતા કરી હતી તેમને ફાંસી આપવાની જરૂર હતી. વકીલે કહ્યું કે દેશની સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે ન્યાય માટે જો સાત વર્ષ સુધી રાહ જોવી પડે તો તે દુઃખ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.