બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Night half marathon in Ahmedabad on August 27,1 lakh citizens will participate

આયોજન / અમદાવાદમાં 27 ઓગષ્ટે નાઈટ હાફ મેરેથોન, 1 લાખ નાગરિકો લેશે ભાગ, જાણો રૂટ

Kishor

Last Updated: 06:26 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સથી યુવાનોને જાગૃત કરવા અમદાવાદમાં પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે.

  • અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોન
  • 21 કિમીની નાઈટ હાફ મેરેથોનમાં યોજાશે
  • રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટથી સિંધુભવન રોડ સુધી લગાવાશે દોડ

 અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 27 ઓગષ્ટના રોજ નાઈટ હાફ મેરેથોન યોજાશે. જેમાં એક લાખથી વધુ નાગરિકો એકતા અને જાગૃતિની  દોડ લગાવશે. દોડનું રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટથી સિંધુભવન રોડ સુધી આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનને લઈને હાફ મેરેથોન માટે શહેરમાં અલગ અલગ 26 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.

 
ડ્રગ્સથી યુવાનોને જાગૃત કરવા મેરેથોનનું આયોજન
21 કિમીની નાઈટ હાફ મેરેથોનનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે. વધુમાં અલગ એડવેન્ચર, સ્પોર્ટમાં સામેલ કરવા યુવકોને જાગૃત કરવાનો પણ હેતુ રખાયો છે. જેમાં નાગરિકોની ફિટનેસને લઇને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.  આ દોડમાં આર્મી, NCC અને એરફોર્સના જવાનો પણ જોડાશે.

શહેરમાં અલગ અલગ 26 સ્ટેજ બનાવાયા
અત્રે ઉલ્લેખનીય છે કે હાફ મેરેથોન અંતર્ગત શહેરમાં 3 અલગ અલગ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 કિમી, 10 કિમી અને 6 કિમીની દોડ લગાવવામાંઆ આવશે. આ ત્રણેય ઇવેન્ટમાં વિજેતાઑ માટે અલગ અલગ ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદ પોલીસ આ ઈવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા કમર કસી રહી છે. જેને પગલે હાફ મેરેથોન માટે અલગ અલગ 26 સ્ટેજ બનાવાયા છે અને રૂટ પર નાર્કોટેસ્ટના પોસ્ટરનો ઉપયોગ કરી જાગૃત લાવવા પ્રયાસ કરાયો છે. વધુમાં ગ્લુકોઝ, પાણી અને જ્યુસની પણ વ્યવસ્થા રાખવા આવી છે અને ભાગ લેનાર નાગરિકોને ટી-શર્ટ આપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી, GTU સહિતની યુનિવર્સિટીઓના સહકારથીએક લાખ લોકોનું રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ હોવાનું જણાવાયું છે. મેરાથોનને લઈને રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. એટલું જ નહિ સેલિબ્રિટી અને સિંગરને પણ હાફ મેરેથોનમાં બોલાવાયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ