ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / niagara falls of gujarat chimer water falls

ટ્રાવેલ / ગુજરાતમાં પણ આવેલો છે 'નાયગ્રા ધોધ', આજે જ કરો લોન્ગ વીકેન્ડ મનાવવાનો પ્લાન

Published By: Kavan

Last Updated: 07:10 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની સીઝન હાલ ટોપ ગિયરમાં ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા દિલ ખોલીને વરસી પડ્યા છે ત્યારે પ્રકૃતિ પણ ચોમેર ખીલી ઉઠી છે, આવું ખુશનુમા વાતાવરણ અને તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતીઓ રજાનો લાભ લઇને ફરવા જવાના મૂડમાં હોય છે. જો કે, મોટાભાગના પિકનિક પ્લેસિસ એટલા ફેમસ હોય છે કે ત્યાં ભીડ વધારે જોવા મળે છે. તેથી આજે અમે એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં તમે વિકેન્ડ પ્લાન કરી શકો છો.

ADVERTISEMENT

આપણા રાજ્યમાં એવા કેટલાય પિકનિક સ્પોટ્સ આવેલા છે જે જોવા જેવા હોય પરંતુ બહુ જાણીતા નહીં હોવાને કારણે આ સ્થળોની મુલાકાતે લોકો ભાગ્યે જ જતાં હોય છે આવી જ એક કુદરતના સાનિધ્યમાં આવેલ જગ્યા એટલે ચોમેરનો ધોધ. 

'નાયગ્રા' ધોધ તરીકે ઓળખાય છે આ ધોધ

ચીમેર ધોધ ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલો છે. ધોધની સોંદર્યતાને લીધે તે 'ગુજરાતનો નાયગ્રા' તરીકે ઓળખાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી વધતા તે સુંદર લાગે છે. નોંધનીય છે કે, આ ધોધની આસપાસ રહેલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીનું મન મોહી પડે છે. 

ચીમેરથી માત્ર 16 કિલોમીટરના અંતરે આવેલું છે ઐતિહાસિક સ્થળ શબરીધામ 

અહીં કુલ ચાર ધોધ નીચે પડે છે. તેમાંનો ચીમેર ધોધ મુખ્ય છે. ચોમાસામાં આ ધોધની ભવ્યતા વધી જતી હોય છે. ચીમેરથી અંદાજિત 16 કિમી. દૂર ચમકડોંગરના પર્વત પર આવેલું શબરીધામ નામનું પ્રમાણમાં ઓછું જાણીતું સ્થ‌‌ળ પણ જોવા જેવું છે. રામભક્ત શબરીએ ભગવાન રામને એંઠાં બોર આ જગ્યાએ જ ખવડાવ્યાં હતાં. ચીમેરથી છ કિમી. દૂર નિશાના ગામે બીજો એક સુંદર મજાનો ધોધ આવેલો છે.

સાપુતારા બન્યું છે આકર્ષણનું કેન્દ્ર

વરસાદની મોસમમાં ડાંગ જિલ્લામાં જ્યારે વૃક્ષો લીલાછમ અને ચોતરફ હરીયાળીના નયનરમ્ય દ્રશ્યો જોવાની મજા જ કાંઇક અલગ હોય છે. ખાસ કરીને પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લાનું પ્રવાસન સ્થળે સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ આ સ્થળે મોનસુન ફેસ્ટિવનું આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરાવામાં આવ્યું છે. 

ડાંગ જિલ્લાના ફરવા લાયક સ્થળો

ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાના સુપ્રસિદ્ધ ગિરા-ગિરી, ગિરિમાળ ધોધથી માંડીને સૌરાષ્ટ્રના જામવાલા નજીકના જામજીર ધોધ, ગુજરાતનો નાયગ્રા ગણાતો ચીમેર, બરડા, હાથણી માતાનો ધોધ, દક્ષિણ ગુજરાતના ધરમપુરની વિલ્સન હિલ્સ નજીક આવેલો શંકર વોટર ફોલ નિનાઈ, ઝરવાણી અને ગૌમુખ ધોધ વગેરે પાણી પેશનર્સમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat tourism Waterfall dang forest waterfall of Gujarat ગુજરાત ચીમેર ધોધ નાયગ્રા ફોલ્સ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ