રાજયમાં સરકારી વીજ કંપનીઓના વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સરકારે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદી છે. વર્ષ 2011થી 2016 સુધીના સમયગાળામાં વિજળી ખરીદી છે. 24 હજાર 229 કરોડની વીજળી ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી છે.
અદાણી પાવર પાસેથી 40452 મીલીયન યુનિટ વીજળી ખરીદી છે. એસ્સાર પાવર પાસેથી 15123 મીલીયન યુનિટ વીજળી ખરીદી છે. ટાટા પાવર પાસેથી 32785 મીલીયન યુનિટ વીજળી ખરીદાઇ છે. જોકે કહી શકાય કે સરકાર દ્વારા ખાનગી કંપનીઓને ફાયદો કરી આપવાનો કારસો છે.