અમદાવાદમાં બાઇક સવારની હોમગાર્ડ જવાનને ટક્કર મારતા હોમગાર્ડ જવાનનું ઘટનાસ્થળે મોત થયું છે. બાઇક સવાર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આ બનાવ બનવા પામ્યો હતો. બાઇક સવાર સ્ટંટ કરતો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.