સુરત ભાજપમાં વોટસઅપ ગૃપમાં અશ્લીલ ફોટો અપલોડ થવાની ઘટના કોણ જાણે કેમ પણ શમવાનું નામ નથી લેતી. હજુ તો થોડા દિવસ પહેલા પૂર્વ મેયરે અશ્લીલ ફોટો અપલોડ કર્યા તે વિવાદ શમ્યો નથી ત્યાં જ સુરતના અડાજણના વોર્ડ નંબર 10ના વોટસએપ ગૃપમાં અશ્લીલ ફોટો મૂકવામાં આવ્યા છે.
અશ્લીલ ફોટો અને વીડિયો ભાજપના એક કાર્યકરે મૂક્યા છે અને આ ગૃપમાં મહિલા કોર્પોરેટર પણ છે. જો કે આ મુદ્દે હોબાળો થયો અને કાર્યકરને ગૃપમાંથી કાઢી મૂકવામાં આવ્યો
સુરતઃ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ થયા અશ્લીલ વીડિયો