બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / new regime selected by mistake now you will get relaxation in TAX here too

તમારા કામનું / શું ભૂલથી new regime સિલેક્ટ થઇ ગયું? તો ટેન્શન છોડો, હવે અહીં પણ મળશે TAXમાં છૂટછાટ

Megha

Last Updated: 01:34 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમે તમને એવી પદ્ધતિઓ વિશે જણાવીશું કે જેના દ્વારા તમે નવી ટેક્સ સિસ્ટમમાં (New Tax Regime) ટેક્સ કપાતનો લાભ મેળવી શકશો.

જો તમે પણ ભૂલથી નવી ટેક્સ સિસ્ટમ (New Tax Regime) પસંદ કરી અને હવે એ વાતનું ટેન્શન છે કે, તમે ટેક્સ કેવી રીતે બચાવશો? તો તમારે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને એવી પદ્ધતિઓ વિશે જણાવીશું કે જેના દ્વારા તમે નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ કપાતનો લાભ મેળવી શકશો.

Income Tax બચાવવાના રસ્તા શોધો છો તો કામની વાત, આ 5 યોજનામાં કરી શકો છો  રોકાણ | If you are looking for ways to save Income Tax, you can invest in  these 5 schemes

પહેલા ન્યુ ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ કપાતની જોગવાઈ ન હોતી. પરંતુ બજેટ 2023 પછી રૂપિયા 50,000 સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળે છે.

આ કપાતની ખાસ બાબત એ છે કે ટેક્સ ભરનાર કોઈ પણ ટેક્સ સ્લેબની નીચે આવતા હોય એને પણ આ છૂટનો લાભ મળે છે.

New Tax Regimeમાં નોકરીયાત લોકોને મુસાફરી, પરિવહન, વાહનવ્યવહાર અને ઓફિસના કામ માટે જે લાભ અથવા ભથ્થું મળે છે. તેની પર ટેક્સ છૂટનો લાભ મળે છે.

એ સિવાય પણ તમને 50,000 રૂપિયા કે ગિફ્ટ ઉપર ટેક્સની છૂટ મળે છે. સાથે જો તમે ભાડા પર આપવામાં આવેલા ઘર માટે હોમ લોન ભરો છો, તો તમને તેના વ્યાજ પર પણ છૂટ મળશે.

Tax Saving:ઇનકમ ટેક્સ પ્રૂફ નથી જમાં કરાવ્યા તો દરેક કર્મચારીઓ ખાસ ધ્યાન  આપે.! ડેડલાઇન પૂર્ણ થયા બાદ લો આ છૂટનો લાભ save tax when you missed the  income tax proof ...

NPSમાં રોકાણ કરતા લોકો પોતાના ટેક્સ કપાત માટે ક્લેમ કરી શકે છે. વોલન્ટરી રીટાયરમેન્ટ સ્કીમ સાથે જ ગ્રેચ્યુઇટી અને રજાનાં રોકડ પર પણ છૂટ આપવામાં આવશે.

વધુ વાંચો: લોન લેવાનું વિચારી રહ્યા છો તો ફોલો કરો આ ઓનલાઈન સ્ટેપ્સ, PAN Card વગર થઈ જશે તમારૂ કામ

નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 0-3 લાખ સુધીના વાર્ષિક પગાર પર કોઈ ટેક્સ નથી. આ સિવાય 3થી 6 લાખ રૂપિયા સુધીના આવક પર 5%, 6 થી 9 લાખ સુધીની આવક પર 10% ટેક્સ, 9 થી 12 લાખની આવક પર 15%, 12 થી 15 લાખની આવક પર 20% અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગુ પડે છે. આ સિવાય 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ તરીકે વસૂલવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ