બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / New featureWhatsApp working on bringing memoji stickers to iPhones
Last Updated: 04:39 PM, 23 August 2019
ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
ADVERTISEMENT
આ નવા અપડેટમાં Memoji સ્ટીકરોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. Wabetainfo ના અહેવાલ મુજબ, આ ફીચર આગામી iOS 2.19.90 ના સત્તાવાર અપડેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે, નવી સુવિધાઓની રજૂઆત સાથે, Apple આઇફોન યુઝર્સ મેમોજી અથવા animoji બનાવી અને શેર કરી શકશે.
ADVERTISEMENT
હમણાં સુધી, યુઝર્સ ફક્ત iMessage દ્વારા તેમના મિત્રો અને પરિવારના સભ્યોને મેમોજી મોકલવી શકતા હતા. જો કે, આ લોકપ્રિય સુવિધા આજ સુધી WhatsApp વપરાશકર્તાઓને આપવામાં આવી નથી. પરંતુ હવે આ બદલાવા જઈ રહ્યું છે.
આ પ્રકારની મળશે સુવિધા
WABetaInfo ના અહેવાલ મુજબ, વોટ્સએપ એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે iPhone X અથવા ઉચ્ચ મોડેલનો ઉપયોગ કરનારા યુઝર્સ દ્વારા memoji શેર કરી શકશે. એટલે કે, જ્યારે આ ફંકશન આખરે રોલ આઉટ થશે, ત્યારે વોટ્સએપ વપરાશકર્તાઓ માત્ર વિડિઓઝ, GIFs અને emoji જ શેર કરી શકશે નહીં, પણ તેમનો memoji અવતાર પણ મોકલી શકશે.
🔒 WhatsApp is rolling out the Fingerprint lock feature for Android beta users today!https://t.co/GVjPGxqgeT
— WABetaInfo (@WABetaInfo) August 13, 2019
Added a new option "Show content in notifications".
Check out the article for full details! 🎉
I can say: FINALLY! 😍
memoji સુવિધા સિવાય વોટ્સએપથી ios આધારિત એપમાં 'WhatsApp by Facebook' લેબલ પણ ઉમેરવામાં આવશે. આ નવું લેબલ iOS વર્ઝન 2.19.90.23 માં ઉપલબ્ધ છે.
આ સિવાય આપને જણાવી દઇએ કે, વ્હોટસેપ વેબમાં ગ્રુપ સ્ટીકર અને આલબમ માટે સપોર્ટ આપવાની તૈયારી પણ કરી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.