બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / New Character Coming In PUBG
Last Updated: 10:33 PM, 8 October 2019
ADVERTISEMENT
મોબાઇલ પર પબજી રમતા ચાહકોને હવે આ રોમાંચ માણવા મળશે. બીઆરડીએમ -2 એમ્ફિબિયસ વેહિકલ આર્મર્ડ યુએઝેડની જગ્યા લેશે.પ્લેયર્સ ઝોનની બહાર ફ્લેર ગનનો ઉપયોગ કરશે ત્યારે એરડ્રોપમાં બીઆરડીએમ -2 વેહિકલ આવશે. 2,500 એચપીના એન્જિનવાળું વેહિકલ ગમે તેવી જમીન પર અને પાણીમાં પણ ચાલશે.બખ્તરબંધ એવું આ નવું વેહિકલ બહુ મજબુત છે
અને તેને ભેદવા માટે દુશ્મનોને બહુ બધી ગોળીઓ ચલાવવી પડશે.
સેફ ઝોનમાં જવા બ્રીજ શોધવાની જરુર નહીં પડે
ADVERTISEMENT
બીઆરડીએમ -2 હોય ત્યારે પ્લેયર્સને પાણી ઓળંગીને સેફ ઝોનમાં જવા બ્રીજ શોધવાની જરુર નહીં પડે.પાણીમાં તે 22 માઇલની સ્પીડથી અને જમીન પર બુસ્ટ સાથે 102 માઇલની સ્પીડથી દોડી શકે છે. જોકે અન્ય વેહિકલની જેમ આમાં પણ ડ્રાઇવ કરતાં કરતાં પ્લેયર શુટ કરી શકશે નહીં.તેના ટાયર પણ બુલેટપ્રુફ છે.
નવા કેરેકટરનો કરાયો સમાવેશ
પબજીના નવા અપડેટ સાથે નવા કેરેકટર પણ આવશે.પબજી મોબાઇલ અને ધ વોકિંગ ડેડ વચ્ચેના ક્રોસઓવરને કારણે ખેલાડીઓ ડેરીલ, મિચોને, રિક અને નેગનનાં કેરેકટર આવશે.
દરમિયાનમાં પબજી ગેમ હેક કરીને કે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને રમતા પ્લેયર્સ સામે હવે ડેવલપર્સે કડક વલણ અપનાવ્યું છે.ચીટીંગ કરતાં કે ગેમના નિયમો ફોલો નહીં કરતાં પ્લેયર્સના આઇડી હવે દસ વર્ષ માટે બેન કરાશે.પબજી દ્વારા હવે દર અઠવાડિયે બેન કરાયેલા પ્લેયરસના આઇડી જાહેર કરાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.