ભારતના નવા નકશા પર પાકિસ્તાન બાદ હવે નેપાળે દર્શાવ્યો વિરોધ | Nepal protests new political map of India

અસહમતી / ભારતના નવા નકશા પર પાકિસ્તાન બાદ હવે નેપાળે દર્શાવ્યો વિરોધ

Nepal protests new political map of India

ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા રાજકીય નકશાને લઇને નેપાળે હવે વાંધો ઉઠાવ્યો છે. નેપાળ સરકારે બુધવારે જણાવ્યું કે દેશને સુદૂર પશ્ચિમી વિસ્તારમાં સ્થિત કાલાપાની નેપાળની સીમામાં છે. ઉલ્લેખનીય છે કે ભારતે શનિવારના રોજ નવો રાજકીય નકશો જારી કર્યો હતો જેમાં નવગઠિત જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશને સરહદની અંદર દર્શાવ્યો છે. નકશામાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરને નવગઠિત જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના ભાગ તરીકે દર્શાવ્યો છે જ્યારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને લદ્દાખના ભાગ તરીકે જાહેર કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ