બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / વડોદરા / Negligence Vadodara Sayaji Hospital cold storage unit closed

બેદરકારી / મોત પછી પણ મગજમારી! વડોદરાની સયાજી હોસ્પિટલની 'કોલ્ડ' કામગીરી, મૃતકોના સગા હેરાન હેરાન

Ajit Jadeja

Last Updated: 04:35 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં. 6 મહિનાથી 4 કોલ્ડ સ્ટોરેજના યુનિટ બંધ હાલતમાં છે. એક સાથે 2 મૃતદેહ રાખવાની મજબુરી

Vadodara Sayaji Hospital:  વડોદરાની સયાજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં જોવા મળ્યા છે. 6 મહિનાથી 4 કોલ્ડ સ્ટોરેજના યુનિટ બંધ હાલતમાં છે. કોલ્ડ સ્ટોરેજ કાર્યરત ન હોવાથી એક સાથે 2 મૃતદેહ રાખવાની ફરજ પડી છે. 10 વર્ષ જૂના કોલ્ડ સ્ટોરેજ હોવાથી ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું છે. બંધ પડેલા કોલ્ડ સ્ટોરેજને કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ચાર સ્ટોરેજના યુનિટ બંધ હાલતમાં છે
વડોદરાની સયાજી હોસ્પિટલ અવાર નવાર ચર્ચામાં આવી રહી છે. આ વખતે હોસ્પિટલ તંત્રની ગંભીર લાલીયાવાડી સામે આવી છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં જોવા મળ્યા છે. અહી કુલ 6 કોલ્ડ સ્ટોરેજ છે જેમાંથી ચાર સ્ટોરેજના યુનિટ બંધ હાલતમાં છે. જેને કારણે કોલ્ડ સ્ટોરેજના એક યુનિટના એક બેરેકમાં બે મૃતદેહ મૂકવાની ફરજ પડી રહી છે. એક સ્ટોરેજમાં બે મૃતદેહ મુકાયાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજના નવા યુનિટની માંગણી કરી
નોધનીય છે કે કોલ્ડ સ્ટોરેજના એક યુનિટમાં 6 મૃતદેહો રાખી શકાય છે. પરંતુ તેના બદલે તંત્ર દ્વારા 6થી વધુ મૃતદેહો રાખ્યા છે. તંત્ર લૂલો બચાવ કરતા કહી રહ્યુ છે કે 10 વર્ષ જૂના યુનિટ હોવાથી ટેકનિકલ કારણોસર કોલ્ડ સ્ટોરેજના 4 યુનિટ બંધ છે. સયાજી હોસ્પિટલ તંત્રએ સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજના નવા યુનિટની માંગણી કરી છે. બંધ પડેલ કોલ્ડ સ્ટોરેજના યુનિટને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે.

વધુ વાચોઃ વડોદરાના ડભોઇમાં જૂથ અથડામણ: સામસામે લાકડી ને પાઇપોથી ફરી વળ્યાં, 12 લોકો ઇજાગ્રસ્ત, 5 ગંભીર"

અગાઉ પણ ચર્ચામાં આવી છે હોસ્પિટલ
વડોદરાની સયાજી હોસ્પિટલ પહેલીવાર ચર્ચામાં નથી આવી. અવાર નવાર હોસ્પિટલની બેદરકારી સામે આવતી હોય છે. અગાઉ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો. સારવાર માટે આવેલા દર્દીઓ સાથે હથિયારો સાથે આવેલા શખ્સોએ મારામારી કરી હતી. સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે ગેરવર્તણુંક, હોસ્પિટલ તંત્રની મનમાનીના આક્ષેપ અવાર નવાર દર્દીઓ દ્વારા કરવામાં આવતા હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ