બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Group clash Vadodara Dabhoi sticks and pipes 12 injured 5 seriously"

માથાકૂટ / વડોદરાના ડભોઇમાં જૂથ અથડામણ: સામસામે લાકડી ને પાઇપોથી ફરી વળ્યાં, 12 લોકો ઇજાગ્રસ્ત, 5 ગંભીર"

Ajit Jadeja

Last Updated: 04:53 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડભોઇના કડિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે મોડી રાત્રે થઈ જૂથ અથડામણ થતા પોલીસ બંદોબસ્ત ખડકાયો,મારામારીમાં 12 લોકો ઇજાગ્રસ્ત થતા વડોદરા અને ડભોઇ હોસ્પિટલમાં ખસેડાયા ,5 જણાની હાલત ગંભીર

Dabhoi News: વડોદરાના ડભોઈમાં કડિયાનાડમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરા તફરી મચી છે. આ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 જણાની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ડભોઇ પોલીસે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચીને સ્થીતી પર કાબુ મેળવ્યો છે. મામલો વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

ટોળા હથિયારો સાથે સામસામે આવી ગયા

ડભોઇના કડિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે મોડી રાત્રે થઈ જૂથ અથડામણ થઇ હતી. બે જૂથ બોલાચાલી બાદ લાકડી-પાઇપો લઇ સામ સામે આવી ગયા હતા. જેમાં મારામારીમાં 12 લોકો ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને વડોદરા અને ડભોઇ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇજાગ્રસ્ત  12 લોકોમાંથી 5 જણાની હાલત ગંભીર છે.  સામાન્ય બાબતને લઇને ડભોઇના નગરપાલિકા ચાર રસ્તા પાસે એકાએક બે ટોળા સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થ

ઇ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા મામલો વણસ્યો હતો અને બંને જૂથો એકબીજા પર તુટી પડ્યા હતા. 

પથ્થરમારો થતા સ્થિતિ તંગબની

રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. આટલેથી નહી અટકતા પથ્થરમારો થવા લાગ્યો હતો. આ પથ્થરમારામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ થાળે પાડી હતી. ક્યા કારણોસર ઘટના બની તેની તપાસ પોલીસ કરી રહી છે. ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

વધુ વાંચોઃ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, જાણો ક્યારે?

પોલીસ કાફલો ખડકી દેવાયો

હોસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને માથાના ભાગે વાગતા લોહી નીકળતા હતા. મામલો વધુ વણસે નહી તે માટે વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dabhoi juth athadaman Polish dabhoi ડભોઇ ડભોઇ જૂથ અથડામણ પોલીસ મારામારી વડોદરા પથ્થરમારો Dabhoi Pattharmaro
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ