બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / neet pg counseling 2021 all important work should complete today health services will be closed tomorrow

વિરોધ / BIG NEWS:આવતીકાલે તમામ સ્વાસ્થ્ય સેવાઓ થશે 'શટડાઉન', દેશમાં વધુ એક મોટા આંદોલનનાં ભણકારા

ParthB

Last Updated: 12:55 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે સમગ્ર દેશમાં તમામ આરોગ્ય સેવાઓ બંધ રહેશે. દિલ્હી પોલીસની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ દેશભરમાં તમામ આરોગ્ય સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.

  • આવતીકાલે દેશભરમાં આરોગ્ય સેવાઓ બંધ રહેશે
  • NEET-PG કાઉન્સેલિંગ મામલે ડોકટરોએ આંદોલન ઉગ્ર બનાવ્યું
  • દિલ્હી પોલીસની કાર્યવાહીથી ડોકટરો નારાજ

NEET-PG કાઉન્સેલિંગ 2021ના મામલે દેશના ડોકટરોએ આંદોલન ઉગ્ર બનાવ્યું

NEET-PG કાઉન્સેલિંગ 2021માં વિલંબ સામે દેશભરના ડોકટરોએ તેમનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે. આગલા દિવસે દિલ્હીમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરોએ પ્રદર્શન કર્યું હતું અને આ દરમિયાન રસ્તા પર પોલીસ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષોનો દાવો છે કે તેમની બાજુના ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ દળની કાર્યવાહીથી નારાજ ડોક્ટરોએ હવે 29 ડિસેમ્બર એટલે કે આવતીકાલે દેશભરની તમામ આરોગ્ય સેવાઓ સંપૂર્ણ બંધ રાખવાની હાકલ કરી છે.બીજી બાજુ, દિલ્હીના આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ડોક્ટરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ કહ્યું કે 29 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી દેશભરમાં તમામ સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. FAIMAએ કહ્યું છે કે તેઓ દિલ્હી પોલીસના ક્રૂર વલણના વિરોધમાં આ હડતાલ કરી રહ્યા છે. 

એસોસિએશને આરોપ લગાવ્યો કે પોલીસે દ્વારા કરાયેલા બળ પ્રયોગમાં કેટલાક ડોક્ટરો ઘાયલ થયા 

તમને જણાવી દઈએ કે આ પહેલા તેમના આંદોલનને વધુ ઉગ્ર બનાવતા રેસિડેન્ટ ડોક્ટરોએ સોમવારે રસ્તાઓ પર કૂચ કરી હતી. કેન્દ્રીય સંચાલિત ત્રણ હોસ્પિટલો-સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંજ હોસ્પિટલો તેમજ દિલ્હીની કેટલીક સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને અસર થઈ છે કારણ કે ડોકટરોનું આંદોલન ચાલુ છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યું છે.એસોસિએશનના પ્રમુખ મનીષે દાવો કર્યો હતો કે સોમવારે મોટી હોસ્પિટલોના નિવાસી ડોકટરોએ વિરોધમાં પ્રતીકાત્મક રીતે તેમના એપ્રોન (લેબ કોટ) પરત કર્યા હતા. તેમણે કહ્યું, "અમે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (MAMC) કેમ્પસથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે શરૂ કર્યું કે તરત જ સુરક્ષાકર્મીઓએ અમને આગળ વધતા અટકાવ્યા."મનીષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે અનેક ડોક્ટરોની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કરેલા બળપ્રયોગમાં  કેટલાક ડોક્ટરો ઘાયલ થયા. જોકે થોડા સમય બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતાં તે પણ જણાવ્યું હતું.

આ મામલે પોલીસે દાવો્ કર્યો હતો કે અમે કોઈ લાઠી ચાર્જ કર્યો નથી 

આ સમગ્ર ઘટના બાદ એસોસિએશને તેના ટ્વિટર હેન્ડલ પર પોલીસ કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની ઝપાઝપીની તસવીરો પોસ્ટ કરી છે. જોકે, પોલીસે લાઠીચાર્જ અથવા અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 12 દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓએ છથી આઠ કલાક સુધી આઈટીઓ રોડ બ્લોક કરી દીધો હતો. તેને બહાર જવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેણે તેની અવગણના કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ