ખુશખબર /
નવરાત્રિને લઈને સરકાર કરી શકે છે મોટી જાહેરાત, એક દાવાથી ચર્ચાને મળ્યો વેગ
Team VTV12:37 PM, 25 Aug 20
| Updated: 01:00 PM, 25 Aug 20
ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન બાદ આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે. જો કે હજુ પણ રાજ્યમાં સિનેમા હોલ, સ્કૂલ વગેરે બંધ રાખવામાં આવ્યાં છે. ત્યારે આગામી નવરાત્રિને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરતાં ચર્ચાને વેગ મળ્યો છે.
ગુજરાતના ગરબા ખેલૈયાઓને મળી શકે છે સારા સમાચાર
નવરાત્રીમાં ગરબા માટે સરકાર આપી શકે છે છૂટછાટ
નિયમો સાથે સરકાર આપી શકે છે આયોજનને છૂટછાટ
ગુજરાતના ગરબા ખેલૈયાઓને સારા સમાચાર મળી શકે છે. નવરાત્રીમાં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે સરકાર આયોજનને છૂટછાટ આપી શકે છે. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી છે.
હાલમાં રાજ્યભરમાં કોરોનાની મહામારીને લઇને હજુ પણ સરકાર દ્વારા સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને લઇને છૂટછાટ આપવામાં આવી નથી. રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે હાલમાં ગણેશચતુર્થી અને લોકમેળામાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી.
ત્યારે નવરાત્રીને લઇને ગરબાને લઇને છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે હુજ સુધી સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબામાં છૂટછાટને લઇને કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.