nasa selected indian origin doctor anil menon future missions
સ્પેસ /
NASAનું એલાન: ભવિષ્યના અંતરિક્ષ અભિયાનો માટે ભારતીય મૂળના અનિલ મેનન સહિત 10 ઉમેદવારોની પસંદગી
Team VTV12:05 AM, 08 Dec 21
| Updated: 12:06 AM, 08 Dec 21
ભારતીય મૂળના ફિઝીશિયન અને અમેરિકન વાયુસેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ અનિલ મેનને નાસાએ પોતાના ભવિષ્ય અંતરિક્ષ અભિયાનો માટે પસંદ કર્યા છે.
ભવિષ્યમાં અંતરિક્ષ અભિયાનો માટે 10 ઉમેદવાર પસંદ કરાયા
ભારતીય મૂળના અનિલ મેનન પણ સામેલ
નાસાનું જાન્યુઆરીથી શરૂ થશે પ્રશિક્ષણ
નાસાએ અંતરિક્ષ અભિયાનો માટે કુલ 10 લોકોને પસંદ કર્યા છે. અમેરિકન અંતરિક્ષ એજન્સીએ મંગળવારે આ એલાન કર્યું. 45 વર્ષીય મેનનનો જન્મ મિનેસોટાના મિનિયાપોલિસમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય અને યુક્રેનિયન હતા. તેઓ એક ઇમરજન્સી સારવાર વિશેષજ્ઞ પણ છે. તેમણે જંગલ અને એરોસ્પેસ સારવારમાં ફેલોશિપ શિક્ષણ મેળવ્યું છે અને વાયુ સેનામાં પણ પોતાની સેવા આપી છે.
તેઓ એલન મસ્કની કંપની સ્પેસએક્સના પહેલા ફ્લાઇટ સર્જન હતા, તેમણે પોતાની માનવ ઉડાન માટે મેડિકલ પ્રોગ્રામ અને અન્ય તૈયારીઓમાં મદદ કરી હતી અને ભવિષ્યના અંતરિક્ષ અભિયાનો દરમિયાન અંતરિક્ષ યાત્રીઓની મદદ માટે એક સારવાર સંગઠન બનાવ્યું.
12 હજારથી વધુ આવેદનોમાંથી 10 લોકોને પસંદ કરાયા
નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, 10 નવા એન્સ્ટ્રોનટ(અંતરિક્ષ યાત્રી) ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આના માટે નાસા પાસે 12 હજારથી વધુ અરજી મળી હતી. નાસાના બિલ નેલસને સોમવારે એક કાર્યક્રમમાં 2021 એસ્ટ્રોનૉટ ક્લાસના સભ્યોની માહિતી આપી.
જાન્યુઆરી 2022માં શરૂ થશે 2 વર્ષનું પ્રશિક્ષણ
આ તમામ 10 ઉમેદવારોનું જૉનસન સ્પેસ સેન્ટરમાં 2 વર્ષ માટે પ્રશિક્ષણ જાન્યુઆરી 2022થી શરૂ થશે. પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ તેમને અલગ અલગ અભિયાનોમાં મોકલવામાં આવશે. તેમાં સ્પેસ સ્ટેશન પર શોધ અને ચંદ્ર પર જવાની સાથે અન્ય ઉંડા અંતરિક્ષ અભિયાનમાં પણ સામેલ થઇ શકે છે.