Naresh Patel-Alpesh Thakor rode in the same rath in Jamnagar
રાજકીય હલચલ /
જામનગરમાં એક જ રથમાં સવાર થયા નરેશ પટેલ-અલ્પેશ ઠાકોર: હકુભા જાડેજાએ આયોજિત કર્યો હતો કાર્યક્રમ
Team VTV11:13 AM, 01 May 22
| Updated: 12:48 PM, 01 May 22
જામનગરમાં ધારાસભ્ય હકુભાની ભાગવત સપ્તાહમાં નવા રાજકીય સમીકરણ નરેશ પટેલ, વરુણ પટેલ અને અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર થતાં જોવા મળ્યા
હકુભા જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં અલગ જ દ્રશ્યો સામે આવ્યા
પોથી યાત્રા દરમિયાન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર
આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ હતી હાજરી
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો
જામનગરમાં આજથી એટેલે 1લી મેથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે, પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે.
નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર
છોટીકાશીથી પ્રચલિત એવા જામનગરના આંગણે આજથી એટેલે 1લી મેથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઘર્મેન્દ્રસિંહ જાડેજા (હકુંભા જાડેજા) દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં અલગ જ દ્રશ્યો સામે આવ્યા હતાં. ભાગવત સપ્તાહની પોથી યાત્રા દરમિયાન અગ્રણીઓ નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર હતાં.જેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.