બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / narendra modi took oath as cm of gujarat on 7th october 2001

તસવીર / સોશ્યલ મીડિયામાં આજે કેમ વાયરલ થઈ રહી છે PM મોદીની જૂની તસવીર, ગુજરાતના રાજકારણ સાથે છે કનેક્શન

Khevna

Last Updated: 01:39 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 ઓકટોબર 2001ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  • 7 ઓકટોબર 2001ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લીધા હતા શપથ 
  • 12 વર્ષ 227 દિવસ રહ્યા હતા ગુજરાતનાં મુખ્યમંત્રી 
  • શપથની તસવીરો થઈ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ 

7 ઓકટોબર 2001ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લીધા હતા શપથ

PM નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે. મોદી આર્કાઇવ નામના એકાઉન્ટ પરથી આ તસવીર ટ્વિટર પર પણ શેર કરવામાં આવી છે. આ એકાઉન્ટ પરથી વધુ તસવીરો શેર કરવામાં આવી રહી છે. જેમાં વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની આ તસવીર 21 વર્ષ જૂની છે. આજે 7મી ઓક્ટોબર છે. આજથી 21 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ મોદીએ પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.  ત્યાર બાદ તેઓ સતત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 12 વર્ષ 227 દિવસ સુધી આ પદ પર રહ્યા. પછી તેઓ વડાપ્રધાન બન્યા. વાયરલ થઈ રહેલી તસવીરમાં ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ સુંદર સિંહ ભંડારી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવી રહ્યા છે. મંચ પર ગુજરાતના પ્રખ્યાત પોલીસ અધિકારી ડીજી વંજારા પણ હાજર છે. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તરત જ કામ શરૂ કર્યું અને તેમણે 10 કલેક્ટર સાથે વીડિયો ફોન પર વાત કરી હતી. 

સીધા બન્યા હતા મુખ્યમંત્રી 

જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય પણ ન હતા. મુખ્યમંત્રી બન્યાના ચાર મહિના પછી, તેમણે ગુજરાત વિધાનસભામાં જવા માટે રાજકોટ-2માંથી ચૂંટણી લડી. તે પછી તેઓ ધારાસભ્ય બન્યા અને 2002ની ચૂંટણી જીતીને ફરી મુખ્યમંત્રી બન્યા. અગાઉ 4 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. તે સમયે ભાજપના દિગ્ગજ નેતા કુશાભાઉ ઠાકરે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાની હાજરી હતી. નરેન્દ્ર મોદીના નામની જાહેરાત સમયે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર હતા.

વજૂભાઈએ ખાલી કરી હતી સીટ 
7 ઓક્ટોબર 2001 થી 7 ઓક્ટોબર 2022 સુધી નરેન્દ્ર મોદી સતત પદ પર રહ્યા છે. તેઓ 12 વર્ષ 227 દિવસ મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે જ્યારે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી રહેવા માટે વિધાનસભાના સભ્ય બનવાની જરૂર હતી, ત્યારે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય વજુભાઈ વાળાએ તેમના માટે બેઠક ખાલી કરી હતી. જાન્યુઆરી 2002માં રાજકોટ પશ્ચિમમાં ચૂંટણી યોજાઈ હતી. મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડતા નરેન્દ્ર મોદી 57.32 ટકા મતો મેળવીને 14 હજારથી વધુ મતોથી જીત્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ