બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / Muslim league Jammu Kashmir Masrat alam group Banned by UAPA

BIG BREAKING / કેન્દ્રનો મોટો નિર્ણય: મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર પર મૂક્યો પ્રતિબંધ, શાહે કહ્યું 'દેશ વિરોધીઓને નહીં છોડાય'

Vaidehi

Last Updated: 04:47 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનો સંદશ સ્પષ્ટ છે કે જે પણ આપણાં દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાની વિરોધમાં કામ કરશે તેને બક્ષવામાં આવશે નહીં.

  • મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ ગ્રુપ અમાન્ય ઘોષિત
  • દેશ વિરોધી આતંકી ગતિવિધિઓનો ગંભીર આરોપ
  • કેન્દ્રીય મંત્રી અમિત શાહે આપી માહિતી

જમ્મૂ-કાશ્મીરમાં સંચાલિત રાજકીય દળ મુસ્લિમ લીગ જમ્મૂ-કાશ્મીર-મસરત આલમ જૂથને કેન્દ્ર સરકારે UAPA અંતર્ગત અમાન્ય ઘોષિત કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી માહિતી આપી હતી.  આરોપ અનુસાર આ સંગઠનનાં સદસ્યો જમ્મૂ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતાં અને એવા આતંકી સમૂહોનું સમર્થન કરી રહ્યાં હતાં જે ભારતની અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યાં છે.

"બક્ષવામાં નહીં આવે.."
અમિત શાહે લખ્યું કે, "મુસ્લિમ લીગ ઑફ જમ્મૂ-કાશ્મીર ( મસરત આલમ જૂથ) MLJK-MA ને UAPA અંતર્ગત એક અમાન્ય સંઘ ઘોષિત કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સદસ્યો જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આતંકી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને જમ્મૂ-કાશ્મીરમાં ઈસ્લામી શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. PM નરેન્દ્ર મોદી સરકારનો સંદશો સ્પષ્ટ છે કે આપણાં દેશની એકતા, સંપ્રભુતા અને અખંડિતતાની વિરોધમાં કામ કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાનાં પ્રકોપનો સામનો કરવો પડશે."

Masarat Alam Bhat

કોણ છે મસરત આલમ અને શું છે MLJK-MA?
મસરત આલમ ભટ્ટ જે 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તે કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી સમૂહ ઑલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રેંસનાં અધ્યક્ષ છે. 50 વર્ષીય મસરત આલમ પર NIA એઆતંકી ફંડિંગનાં મામલામાં કેસ બનાવ્યો છે. 2010માં કાશ્મીર ઘાટીમાં મોટાપાયે સાર્વજનિક વિરોધ પ્રદર્શનોમાં કથિત ધોરણે તેમની ભૂમિકા હોવાને લીધે તેમની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર તેની સામે કુલ 27 FIR નોંધાયેલ છે અને 36 વખત PSA અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ લીગ મસરત આલમ ગ્રુપની અધ્યક્ષતા કરે છે. આ સંગઠન પોતાના રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન સમર્થક પ્રચાર માટે પ્રખ્યાત છે. આ સંગઠન જમ્મૂ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગે છે જેથી જમ્મૂ અને કાશ્મીરનો સમાવેશ પાકિસ્તાનમાં થઈ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ