મુંબઇઃ SNDT યુનિવર્સિટી સંલગ્ન ગુજરાતની અનેક કોલેજોની ડિગ્રી ગેરલાયક

By : hiren joshi 05:26 PM, 27 November 2018 | Updated : 05:27 PM, 27 November 2018
મુંબઈ: SNDT યુનિવર્સિટીની ડિગ્રી ગેરલાયક ઠેરવવામાં આવી છે. SNDT સાથે જોડાયેલી ગુજરાતની કોલેજોની ડિગ્રી ગેરલાયક ઠેરવવામાં આવી છે. જેમાં 2010 સુધીની ડિગ્રી માન્ય રખાઈ છે. જ્યારે 2011 પછીની ડિગ્રીને ગેરલાયક ઠેરવવામાં આવી છે. જેમાં ગુજરાતની અનેક કોલેજોનું SNDT સાથે જોડાણ હતું. તે પણ તમામ કોલેજોની ડિગ્રી ગેરલાયક ગણાશે. જેના કારણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી ગેરલાયક ઠેરવાઈ છે. 

ત્યારે કોંગ્રેસે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માગણી કરી છે. કોંગ્રેસે કહ્યું કે, તંત્રની આંટીઘૂંટીનો વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે તો તેમને ન્યાય મળવો જોઇએ.

મહત્વનું છે કે, આ યુનિવર્સિટીની ડિગ્રીને સરકારે 2011 બાદથી માન્ય રાખી નથી. ગેરલાયક ઠેરવવામાં આવતા તેનાથી જોડાયેલ ગુજરાતની કોલેજોની પણ ડિગ્રી ગેરલાયક ઠેરવાઇ છે.
 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story