ડૉ. હાથીના મૃત્યુના 48 કલાક પછી ડૉક્ટરે આપ્યુ ચોંકાવનારું નિવેદન, કહ્યુ- ''જીવ ના ગયો હોત જો....''

By : juhiparikh 02:49 PM, 11 July 2018 | Updated : 02:49 PM, 11 July 2018
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં ડૉક્ટર હાથીનું કેરેક્ટર પ્લે કરનારા એક્ટર કવિ કુમાર આઝાદના અચાનક થયેલા અવસાનથી તમામ લોકો દુખમાં છે. કવિ કુમાર આઝાદને હાર્ટ એટેક આવ્યો હતો જેના પછી સારવાર માટે  હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, તેમ છતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. એક્ટરના અવસાન પછી સારવાર કરનાર ડૉક્ટર તરફથી એક ચોંકાવનારું નિવેદન આવ્યું છે.

ડૉક્ટર હાથીના અચાનકથી થયેલા અવસાનથી તેમના પરિવારના સભ્યો અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ ખૂબ જ દુખી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ડૉક્ટર હાથી એકદમ ઠીક હતા એવામાં અચાનકથી થયેલા અવસાનને કારણે ઘણા સવાલો થઇ રહ્યા છે. ત્યારે ડૉક્ટર હાથીની અચાનકથી ખરાબ થયેલી તબિયત માટે સારવાર કરી રહેલા ડૉક્ટરનું નિવેદન આવ્યુ છે, જેને જાણીને તમે પણ કહેશો કે એક નાની ભૂલથી તેમણે જીવ ગુમાવવો પડ્યો.

ડૉક્ટર હાથીને હાર્ટ એટેક આવતા મુંબઇના વોકહૉર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની સારવાર કરનારા ડૉક્ટરે કહ્યુ કે, ''કવિ કુમાર આઝાદને બપોરે લગભગ 12:10 મિનિટે હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા, જ્યારે તેમણે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તેમની ધબકારા ચાલી રહ્યા હતા. કવિ કુમારને તરત જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા સુધી તેમનું ECG સપાટ થઇ ગઇ હતી, જેના લીધે તેમનું અવસાન થયું. જો થોડા સમય પહેલા ડૉક્ટર હાથીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તો તેઓ આજે જીવતા હોત.''

આ વચ્ચે ડૉક્ટર હાથીના ભાઇનું પણ નિવેદન સામે આવ્યુ છે. તેમનું કહેવું છે ગત થોડા દિવસોથી તેમણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેઓ હાઇપરટેન્શનની સમસ્યાથી પીડાઇ રહ્યા હતા. અમે લોકોએ ચેસ્ટ ચિકિત્સાને પણ બતાવ્યું હતુ, જ્યારે બીજી તરફ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પ્રોડ્યુસરનું કહેવું છે કે, ''તબિયત સારી ના હોવાથી તેઓ સેટ પરથી જલ્દી ઘરે જતાં રહ્યા હતા.''Recent Story

Popular Story