બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / multimodal transport hub is going to made in Sabarmati

મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ / 500 કરોડના ખર્ચે અમદાવાદીઓને સૌથી અનોખી ભેટ, જાણીને કહેશો ગજબ

Khyati

Last Updated: 04:45 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હવે એક જ સ્થળેથી બુલેટ, મેટ્રો, રેગ્યુલર ટ્રેનની સાથે BRTS બસ મળી રહેશે.

  • સાબરમતીમાં બનશે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ
  • મેટ્રો,બુલેટ ટ્રેન, રેગ્યુલર ટ્રેન, BRTS મળી રહેશે એક જ જગ્યાએથી
  • 2023 સુધીમાં તૈયાર થશે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ

અમદાવાદને સ્માર્ટસિટી બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગો, બ્રિજ, મેટ્રો ટ્રેન, રિવરફ્રન્ટ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે.  હવે જાણે કે અમદાવાદની ઓળખ અને રોનક જ બદલાઇ ગઇ છે.  ત્યારે અમદાવાદીઓને વધુ એક સવલત ટૂંક સમયમાં જ મળવા જઇ રહી છે. અમદાવાદ સાબરમતીમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે. આ દેશનું સૌ પ્રથમ ટ્રાન્સપોર્ટ હબ હશે જેમાં એક જ સ્થળેથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધા મળી રહશે. પછી તે બીઆરટીએસ હોય. મેટ્રો રેલ, બુલેટ ટ્રેન કે પછી રેગ્યુલર ટ્રેન.

500 કરોડના ખર્ચે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ

અમદાવાદના સાબરમતી ખાતે એક જ જગ્યાએથી બુલેટટ્રેન, મેટ્રો, રેગ્યુલર ટ્રેન સાથે BRTS બસની કનેક્ટિવીટી  મળી રહે તે માટે એક મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ સૌથી મોટુ ટ્રાન્સપોર્ટ હબ બનવા જઇ રહ્યું છે   જેની પાછળ અંદાજે 500 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે.  આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ દાંડીયાત્રાની થીમ પર તૈયાર થઇ રહ્યું છે. આ અંગે હાલમાં કામગીરી ચાલી રહી છે જો કે આ પ્રકારનું ટ્રાન્સપોર્ટ હબ એ સૌ પ્રથમવાર ગુજરાતમાં બનવા જઇ રહ્યું છે.


3 માળનું પાર્કિંગ 

આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં યાત્રીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. વળી યાત્રીઓને પાર્કિંગની પણ ખાસ સુવિધા પુરી પાડવામાં આવશે જે માટે 3 માળ તૈયાર કરાયા છે. જેમાં એક સાથે 1500 કાર, 600 ટુ વ્હિલર સુધી પાર્કિંગ કરી શકાશે. મહત્વનું છે કે આ કામગીરી હાલમાં શરુ થઇ ગઇ છે પરંતુ કોરોના કાળને કારણે વચ્ચે એક વર્ષ માટે કામકાજ બંધ રખાયુ હતું. જો કે હવે પુરજોશમાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જે 2023ના અંત  સુધીમાં સંપૂર્ણ તૈયાર થઇ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ