બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Movies will be downloaded in 20 seconds, speed will increase 10 times: What will you benefit from 5G, know each features

4Gનો જમાનો ગયો / 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે મૂવી, 10 ગણી વધશે સ્પીડ: 5Gથી તમને શું થશે ફાયદો, જાણો એક-એક ફીચર્સ

Megha

Last Updated: 12:20 PM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી એરટેલે વારાણસીમાં અને જિયોએ અમદાવાદમાં આ 5G સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ શરૂ કરવા દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી 5G સેવા
  • સેવાઓ હાલમાં થોડા જ શહેરોમાં લોન્ચ થઈ છે
  • 4G કરતાં લગભગ 10-15 ટકા મોંઘી હશે 5G સર્વિસ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 1 ઓક્ટોબરે દેશમાં 5G સેવા શરૂ કરી છે. આ સર્વિસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં લોન્ચ કરી છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 1 થી 4 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જો કે આ સેવાઓ હાલમાં થોડા જ શહેરોમાં લોન્ચ થઈ છે પણ થોડા વર્ષોમી અંદર આ સેવા આખા દેશમાં ફેલાઈ જશે.

વારાણસી અને અમદાવાદ બનશે શરૂઆતી શહેર 
આજથી જ એરટેલે વારાણસીમાં અને જિયોએ અમદાવાદમાં આ 5G સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ શરૂ કરવા દરમિયાન બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ 5જી સેવા શરૂ કરવા સમયે પીએમ મોદી  વાતચીત કરી હતી. 

5G સ્પેક્ટ્રમ માટે થઈ હતી હરાજી 
આપણે બધા જાણીએ જ છીએ કે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે 5G સ્પેક્ટ્રમ માટે ઓક્શનનું આયોજન કર્યું હતું અને એ પછી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને દોઢ લાખ કરોડમાં 51,236 મેગાહર્ટ સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા હતા. હરાજીમાં 5G ઇકોસિસ્ટમને બને એટલું જલ્દી વિકસાવવાની માંગ નજર આવી હતી. જણાવી દઈએ કે એ ઓક્શનમાં Jio એ 88,078 કરોડ રૂપિયાનું 5G સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું અને એરટેલે 43,084 કરોડ રૂપિયાનું 5G સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. 5G સર્વિસ વર્ષ 2035 સુધીમાં ભારતીય અર્થતંત્ર પર 450 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 36.57 લાખ કરોડની અસર કરશે. 

Jio દિવાળી સુધી લોન્ચ કરશે 5G સર્વિસ 
Jio ગયા દિવસોમાં કહ્યું હતું કે તેઓ દિવાળી સુધી 5G સેવા શરૂ કરશે અને દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિતના અનેક મોટા શહેરોમાં 5G લોન્ચ કરશે અને આ સાથે જ ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં તેનું 5G કવરેજ હશે. આ સાથે જ એરટેલ પણ આ મહિનામાં જ એટલે કે ઓક્ટોબરમાં 5G સેવા શરૂ કરશે. 

4G કરતાં લગભગ 10-15 ટકા મોંઘી હશે 5G સર્વિસ 
ટેલિકોમ મિનિસ્ટ્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે 5G સર્વિસીઝનું ટેરિફ ઇન્ડસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવશે. પણ આ સતહે જ ઇન્ડસ્ટ્રી અક્સપર્ટ જણાવ્યું હતું કે 5G ના ટેરિફને 4Gની સમકક્ષ લાવવામાં આવે તે પહેલાં 5G સેવાઓ શરૂઆતમાં હાલ કરતાં 10-15 ટકા મોંઘી હશે. 

4G અને 5Gમાં અંતર

ઇન્ટરનેટ સ્પીડ
4G - 100 MBPS 5G - 10 હજાર MBPS
એરિયા કવરેજ
4G - 1 KM 5G -1 KM
4 હજાર ડિવાઈસ કનેક્ટ 10 લાખ ડિવાઈસ કનેક્ટ
ડેટા ટ્રાન્સફર સ્પીડ
4G - 200 MBPS 5G - 1 GBPS
એવરેજ સ્પીડ
4G - 25 MBPS 5G - 200-400 MBPS

5Gના ફાયદા?                              
5Gથી ઇન્ટરનેટ યૂઝરને સારી સ્પીડ મળશે
વીડિયો ગેમિંગમાં 5Gથી મોટા બદલાવ સંભવ
વીડિયો બફરિંગ કર્યા વગર સ્ટ્રીમ થશે
ઇન્ટરનેટ કોલિંગમાં અટક્યા વગર સ્પષ્ટ સંભળાશે
2GBની મૂવી 10 થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકશે
કૃષિક્ષેત્રે ડ્રોનના ઉપયોગથી ખેતરોની સારી રીતે સારસંભાળ થઈ શકશે
મેટ્રો અને ડ્રાઈવર રહિત વાહનોને સારી રીતે ઑપરેટ કરી શકાશે
વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટના ઉપયોગમાં વૃદ્ધી થશે

5G પ્રમાણે ટોપ 5 દેશ!

દેશ સ્પીડ(mbps)
દ.કોરિયા 432.7
મલેશિયા 382.2
સ્વીડન 333.9
બુલ્ગારિયા 316.8
UAE 315.9

 

સંકળાયેલા મુદ્દાઓ

5G 5G Services 5G સર્વિસ Narendra Modi નરેન્દ્ર મોદી 5G Services
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ