બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Most Complaints Resolved in Just 100 Minutes Lok Sabha Election 2024 gujarat

લોકસભા ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણીને લઈને તંત્ર સતર્ક: મોટા ભાગની ફરિયાદોનો નિકાલ માત્ર 100 મિનિટમાં કરાયો, આ App નીવડી ફાયદાકારક

Ajit Jadeja

Last Updated: 09:29 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી 16 થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ

લોકસભા ચૂંટણીને લઈને આચારસંહિતા ના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણ માટે c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ અસરકારક માધ્યમ બન્યું છે. મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ ના માધ્યમથી 16 થી 25 માર્ચ દરમિયાન અમદાવાદમાં કુલ 52 ફરિયાદ નોંધાઇ હતી. જેમાં મોટાભાગની ફરિયાદોનો નિકાલ 100 મિનિટની સમયાવધિમાં કરાયો છે. 

આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો

લોકસભા ચૂંટણી ની જાહેરાત થઇ છે જેમાં દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા બેઠકો પર વારાફરથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણી પંચ દ્વારા પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. નિર્ભય વાતાવરણમાં લોકો મતદાન કરી શકે તે માટે તંત્ર એલર્ટ બન્યુ છે. ચુંટણીને લઇ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે નાગરિકોને કોઇ ફરિયાદ હોય તેના માટે ઓનલાઇન રજુઆતો પણ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે. 

100 મિનિટમાં ફરિયાદનો નિકાલ

આચાર સંહિતાનો ઉલ્લંઘન થતુ હોય તો નાગરિકો c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પર ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ માટે રૂબરૂ જવાની જરૂર નથી. માત્ર ઓનલાઇન ઘરે બેઠા ફરિયાદ થઇ શકે છે. અમદાવાદમાં ફરિયાદોના નિવારણ માટે C-VIGIL મોબાઈલ એપ અસરકારક સાબિત થયું છે. મોબાઈલ અને પોર્ટલ પર 16થી 25 માર્ચ દરમિયાન 52 ફરિયાદ નોંધાઈ છે. મોટાભાગની ફરિયાદનો નિકાલ 100 મિનિટમાં કરાયો છે.

આ પણ વાંચોઃ RTE હેઠળ ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો, હવેથી આ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે

દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.  ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. પેટાચૂંટણીનું મતદાન 7 મેના રોજ થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો નોધાયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

બીજેપીએ ગુજરાતમાં તમામ ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરીને જાહેરાત પણ કરી દીધી છે. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં બોલીવુડ અભિનેત્રી કંગના રણૌતને પણ ટિકિટ આપવામાં આવી છે. તે મંડીથી ચૂંટણી લડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ