બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / More than 250 professors joined the BJP

ગાંધીનગર / ભાજપની વેલકમ પાર્ટીઃ ડોક્ટર્સ બાદ 250થી વધુ અધ્યાપકો જોડાયા ભાજપમાં, આજે ધારણ કર્યો કેસરિયો

ParthB

Last Updated: 05:48 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ વધુ એક માસ્ટરસ્ટ્રોક લગાવ્યો છે,જે અંતર્ગત આજે ભાજપમાં 250થી વધુ અધ્યાપકો ભાજપના રંગે રંગાયા

  • રાજ્યનાં 250થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા
  • PM મોદીએ પ્રબુદ્ધ નાગરિકોને BJPમાં જોડાવવા કરી હતી અપીલ
  • વર્ષ 2022ની ચૂંટણી પહેલા ભાજપનો ભરતીમેળો બન્યો પ્રબળ

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. મહત્વનું છે કે, PM મોદી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપામાં જોડવા માટે આહવાન કર્યું હતું. જે બાદ અલગ અલગ સેલ સક્રિય થઈ ગયા છે.થોડા દિવસ પહેલા જ એક હજારથી વધારે ડોકટર ભાજપમાં જોડાયા હતાં. હવે શિક્ષણ સેલ દ્વારા અધ્યાપકને ભાજપમાં જોડાયા છે.250 થી વધારે અધ્યાપક ભાજપમાં જોડાયા છે.

આ પ્રંસગે પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ તમામ અધ્યાપક જોડાયા છે.શિક્ષણ સેલને તેની જવાબદારી સોંપી હતી અને આ તમામ નવા જોડાયેલા અધ્યાપકોને પણ વધુ માં વધુ લોકો ને ભાજપમાં જોડવા માટે જણાવવામાં આવ્યું છે.ગુજરાત માં 900 જેટલા અધ્યાપક ની જગ્યા ખાલી છે એ મામલે ugc ના નિયમ મુજબ ભરતી થાય એ જરૂરી થાય તે વાત કરી હતી.

ભાજપમાં જોડાયા હતા 200થી વધુ ડૉક્ટર

ઉલ્લેખનીય છે કે, ગત 9 મેના રોજ ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ