બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Morbi traffic police send e memo to car driver for not wearing helmet

છબરડો / શું હવે કારમાં પણ હેલ્મેટ પહેરવું જરૂરી? મોરબી પોલીસ તંત્રે કારચાલકને હેલ્મેટ ન પહેરવાનો ફટકાર્યો દંડ

Hiren

Last Updated: 05:40 PM, 21 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશમાં નવા મોટર વ્હિકલ એક્ટને લાગૂ કરવામાં આવી ચૂક્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોરબીના કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 15 ઓક્ટોબર સુધી આકરા દંડ ન ફટકારવાની જાહેરાત કરી છે. ત્યારે આ એક હાસ્યાસ્પદ અને ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં તંત્રએ મોટો છબરડો કર્યો છે. મોરબીના મયંક દલસાણીયા કાર ચલાવતા હોવા છતાં તેમને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબી એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે મયંક દલસાણીયાને ઇ-ચલાણ મોકલ્યું છે. જે ચલાણમાં એક કારની બાજુમાં એક બાઇકચાલક જોવા મળે છે. આ બાઇક ચાલકના બદલે પોલીસે કારના માલિકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો છે. આ બનાવ મોરબી શહરેમાં ચર્ચાસ્પદ બન્યો છે.

બાઈકને બદલે કારને મેમો આપ્યો

મોરબીમાં ટ્રાફિક પોલીસે કારની બાજુમાં હેલ્મેટ વગર એક બાઈકચાલકને મેમો આપવાના બદલે કારના માલિકને હેલ્મેટનો મેમો આપી દીધો છે. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમનના નવા મોટર વ્હિકલ એક્ટને લાગૂ કરવાની સમયમર્યાદા વધારો કરી 15 ઓક્ટોબર કરવામાં આવ્યો છે. આ પહેલા પણ અનેક છબરડાઓ સામે આવી ચૂક્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Helmet Morbi traffic police e memo ઇ મેમો ગુજરાત mistake
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ