કરચોરી / મોરબીની કોલસા પેઢીએ રૂ.130 કરોડની કરચોરી કરતા 4 ભાગીદારો સામે ફરિયાદ, શરૂ થયો તપાસનો ધમધમાટ

morbi coal mine rs 130 crore tax evasion complaint

મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ કોલસાને પેઢીએ રૂ.130 કરોડની CST અને વેટ વેરો ન ભરીને સરકારી તિજોરીને નુકશાન કર્યું હોવાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે આ વેટ ચોરીના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસે વેટ ચોરીના તમામ દસ્તાવેજી પુરાવા વેરા-વાણીજ્ય વિભાગ પાસેથી એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેટ અધિકારીને સાથે રાખીને પોલીસ તપાસ ચલાવશે. આ વેટ ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પોલીસ સઘન તપાસ ચાલવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ