બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / રાજકોટ / morbi 14 village farmer Threat

આંદોલન / આવતીકાલ સુધીમાં પાણી ન મળ્યું તો કરીશું ઉપવાસ આંદોલન, ગુજરાતના આ 14 ગામના ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી

Kavan

Last Updated: 05:33 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 22 ઓગસ્ટ સુધીમાં 60 ટકા ઓછો વરસાદ પડ્યો છે અને થોડા ઘણા વિસ્તારોને છોડતા આખા રાજ્યમાં ક્યાંય સારો વરસાદ થયો નથી. ત્યારે હવે મોરબીના 14 ગામના લોકોએ રણસિંગુ ફૂંકવાની જાહેરાત કરી છે.

  • ગુજરાતમાં વરસાદ નહીં પડતા જળસંકટના ભણકારા 
  • 14 ગામના ખેડૂતોએ સરકાર સામે ચડાવી બાંયો
  • આવતીકાલ સુધીમાં પાણી નહીં મળે તો આંદોલનની ઉચ્ચારી ચીમકી 

ભારતમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે હવે મોન્સૂનને લઈને પણ ટેન્શન વધી રહ્યું છે. ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ પડી રહ્યો નથી જેના કારણે આ વર્ષે દુકાળની સંભાવના દેખાઈ રહી છે જેના કારણે વધુ એક મુસીબત ગુજરાતમાં દસ્તક આપી રહી હોય તેવા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા 14 ગામના ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચડાવી છે. 

વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી 

મળતી જાણકારી પ્રમાણે, 14 ગામોના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, આવતીકાલ સુધીમાં સિંચાઈ માટેનુ પાણી છોડવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે. આ અંગે મોરબીના ગોરખીજડીયા, બરવાળા, જેપુર, વનાળીયા, બગથળા, માનસર, નાનીવાવડી સહિતના 14 જેટલા ગામ ના સરપંચોએ ખેડૂતોને સાથે રાખીને ગત 12 તારીખના રોજ નાયબ કાર્યપાલક ઈજનેરને મચ્છુ 2 સિંચાઈ વિભાગના કમાન્ડ એરિયામાં આવતા ગામો માટે પાણી છોડવા માટે રજૂઆત કરી હતી હતી. જો કે, હજી સુધી આ અંગે કોઈ ચોક્કસ ઉકેલ નહીં આવતા ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. 

ગુજરાત સરકારનું ટેન્શન વધ્યું 

પરિસ્થિતિ પર નજર રાખી રહેલા ગુજરાતનાં એક અધિકારીએ કહ્યું કે ઓછો વરસાદ ગુજરાત માટે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે અને સંભાવના છે કે ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં વરસાદ આવશે, નહીંતર ખેતી ક્ષેત્રને મોટો ફટકો પડશે. 

ગુજરાતમાં દુષ્કાળની શકયતાના સંકેત

સ્કાઈમેટની આગાહી અનુસાર દેશમાં આ વર્ષ વરસાદ 60% ઓછો રહેશે, ખેડૂતો માટે ચિંતાનો વિષય એ છે કે ગુજરાત સહીત પશ્ચિમ રાજસ્થાન તેમજ ઓડિશામાં દુષ્કાળના સંકેત સ્કાયમેટ દ્વારા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્યથી વધૂ રહ્યો છે. જ્યારે  ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ સાવ ઓછો રહેવાની અનુમાન છે. 13 એપ્રિલ 2021ના રોજ સ્કાઈમેટે હવામાનની આગાહી કરી હતી જેમાં જૂનમાં 106% અને જુલાઇમાં 97% વરસાદ પડવો જોઈતો હતો પણ એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ રહ્યો છે જે સૂચવે છે કે વરસાદની ઘટ પડી છે.  હાલની સ્થિતિને જોતાં સ્કાયમેટે ચોમાસાના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. (LPA= લાંબા સમયની વરસાદની સરેરાશ)

સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી

તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું સાવ નબળું રહ્યું છે ખેડૂતોને આસ છે કે ચોમાસાના અંતમાં વરસાદ વરસી શકે છે પણ સ્કાઈમેટના તારણ અનુસાર સપ્ટેમ્બરમાં LPA(170.2 MM)ની સરખામણીએ 100% વરસાદ થઈ શકે છે. જેનો મતલબ કે થોડી આશા બંધાઈ છે કે ખેડૂતોનો પાકને જીવતદાન મળી શકે છે પણ સાથે જ સ્કાઈમેટએ એ પણ કહ્યું છે કે વરસાદ પાડવાની સભાવના સાવ નહિવત છે. ચોમાસું નબળું રહેવાનું કારણ હિન્દ મહાસાગરમાં IODના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. તેને  હિન્દ મહાસાગર દ્વિધ્રુવ ( Indian Ocean Dipole(IOD) )કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત દર્શાવાયા નથી. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં જ 9% વરસાદની અછત છે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ પડવાની શક્યતા વધી ગઈ છે. 

ઓગસ્ટના અંતમાં નહીં  પડે વરસાદ : IMD પુણે

ભારત સરકાર તરફથી વરસાદની આગાહી કરતી IMD પુણેના જળવાયુ અને અનુસંધાન સેવાઓના પ્રમુખ ડીએસ પાઈએ કહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ પાડવાની સંભાવના સાવ ઓછી છે. કોઈક જગ્યાએ થોડો ઘણો વરસાદ પડી શકે છે પણ સાર્વત્રિક વરસાદ પડશે નહીં. વધુ તેમણે એક સારા સંકેત આપતા કહ્યું કે સપ્ટેમ્બરમાં વરસાદના સંકેત મળી રહ્યા છે પણ કુલ વરસાદ આ વર્ષના ચોમાસામાં સામાન્યથી પણ નીચો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ