બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / mobile number portability gets easier, will take just two days said by TRAI
Bhushita
Last Updated: 08:45 AM, 18 October 2019
ADVERTISEMENT
ટ્રાઈના મુજબ MNP સંશોધિત નિયમોને લાગૂ કરવાની સમય સીમા પણ વધારી દેવામાં આવી છે. MNP હેઠળ ગ્રાહક નંબર બદલ્યા વિના નેટવર્ક બદલી શકે છે. અને હવે પોર્ટિબિલીટી થવામાં માત્ર બે જ દિવસનો સમય લાગશે. જે પહેલા 7 દિવસનો લાગતો હતો. ટ્રાઈના અધિકારીએ જણાવ્યું છે કે હવેથી મોબાઈલ નંબરની પોર્ટેબિલીટીના આવેદનની પ્રક્રિયાને બે દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
MNPના નિયમ
TRAIના નવા નિયમ મુજબ, કોઈ પણ કંપનીમાં નંબર પોર્ટ કરાવવા માટે હવે માત્ર 2 દિવસનો સમય લાગશે. જે પહેલાં 7 દિવસનો હતો.
આ કારણોથી યૂઝર્સ મોબાઈલ નંબર કરાવે છે પોર્ટ
TRAI અનુસાર યુઝર ઘણા કારણોસર નંબર પોર્ટ કરાવવાનો નિર્ણય કરતા હોય છે. ઘણી વખત કંપનીની સર્વિસ ખરાબ હોવાથી યુઝર અન્ય કંપનીમાં નંબર પોર્ટ કરાવે છે. તો કેટલીક વખત નોકરીમાં ટ્રાન્સફર અથવા અન્ય કારણોસર બીજા શહેરમાં શિફ્ટિંગ થવાથી યુઝર પોતાનો નંબર પોર્ટ કરાવતા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.