કેટલીક નાની અમથી ભૂલના કારણે તમારી મહેનતથી કમાયેલા પૈસા પળવારમાં છૂમંતર થઈ થઈ શકે છે. કેટલાક લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે ગંભીર નુકસાન ભોગવવું પડે છે.
ડિજટલ ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ
ગયા વર્ષે 95 હજાર કરતા વધુ UPI ફ્રોડ થયા
UPI પેમેન્ટ કરતા પહેલાં રાખો આ સાવધાની
ભારતમાં કોરોના પછી ડિજટલ ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ થઈ છે. ડિજટલ ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે છે, પરંતુ કેટલીક નાની અમથી ભૂલના કારણે તમારી મહેનતથી કમાયેલા પૈસા પળવારમાં છૂમંતર થઈ થઈ શકે છે. થોડા સમય પહેલા સરકારી ડેટા પરથી જાણવા મળ્યું હતું કે, ગયા વર્ષે 95 હજાર કરતા વધુ UPI ફ્રોડ થયા છે. UPI પેમેન્ટ કરવાથી યૂઝરની KYC ડિટેઈલ જાણી શકાતી નથી, પરંતુ કેટલાક લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે ગંભીર નુકસાન ભોગવવું પડે છે.
પૈસા લેતા સમયે બિલકુલ પણ ના કરો આ ભૂલ
પોલીસે આપેલ જાણકારી અનુસાર ઓનલાઈન છેતરપિંડી કરતા લોકો ક્યૂઆર કોડથી છેતરપિંડી કરે છે. ફ્રોડ કરનારા લોકો યૂઝરને વિશ્વાસ અપાવે છે કે, તેઓ ક્યૂઆર કોડથી પૈસા મોકલી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડ કરનાર લોકો ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે કહે છે. યૂઝર ક્યૂઆર કોડ સ્કેન કરે તો તરત જ UPI પિન નાખવાનું કહેવામાં આવે છે. સામાન્ય રીતે અનેક લોકો આ પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે પૈસા ક્રેડિટ થતા નથી એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ જાય છે.
UPI પેમેન્ટ માટે વાઈ ફાઈનો ઉપયોગ
તમે પણ UPI ટ્રાન્ઝેક્શન કરો તો ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે, ઓપન વાઈ ફાઈના ચક્કરમાં ના ફસાવું જોઈએ. UPI ટ્રાન્ઝેક્શન માટે માત્ર સેફ વાઈ ફાઈ કનેક્શન અથવા મોબાઈલ ડેટાનો જ ઉપયોગ કરવો. ઓપન અથવા પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે.
અજાણી લિંક પર ક્લિક ના કરવું
અજાણી વ્યક્તિ પાસેથી અથવા ઈમેઈલ, મેસેજ વ્હોટ્સએપ પર લિંક આપવામાં આવે તો તેના પર ક્લિક ના કરવું. આ પ્રકારે કરવાથી તમારો ફોન હેક થઈ શકે છે તથા ફોનમાં રહેલ બેન્કિંગ ડિટેઈલ્સ લીક થઈ શકે છે. અનેક વાર જોવા મળે છે કે, લોકો આ પ્રકારની ભૂલ કરી બેસે છે, જેના કારણે હજારો તથા લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.