બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mining mafias in Kheda, Panchmahal and Vadodara go berserk, mining illegally damages environment

VTV Exclusive / ગુજરાતમાં ખનન માફિયાઓનો પર્દાફાશ: તંત્રના નાક નીચે ખૂલેઆમ લૂંટ, નદીને એટલું નુકસાન કે વહેણ બદલાઈ ગયું

ParthB

Last Updated: 12:07 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા, પંચમહાલ, અને વડોદરા જિલ્લાની સરહદે ખનન માફિયાઓ રાજકીય વગના ઓથા હેઠળ ગેરકાયદેસર રીતે બેફામ રીતે ખનન કરી પર્યાવરણને નુક્સાન પહોંચાડી રહ્યાં છે

  • ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ
  • મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખોદકામ
  • નદીમાં બનાવ્યા ગેરકાયદેસર રસ્તા
  • રાજકીય વગ ધરાવતા માફિયાઓ દ્વારા ખનીજ ચોરી

પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લાની સરહદે ગેરકાયદેસર ખનન

ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાની સરહદેથી પસાર થતી મહિસાગર નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી ખનન માફિયાઓ બેફામ બની રહ્યાં છે.ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે નદીમાંથી ખનન કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જેને લઈને નદીના આસ-પાસના ગામોના લોકોને ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

રાજકીય વગ ધરાવતા માફિયાઓ કરી રહ્યાં છે ખુલ્લેઆમ ખનન ચોરી

મહત્વનું છે કે, રાજકીય વગ ધરાવતા માફિયાઓએ ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં તંત્રને પાંગળુ બનાવી દીધું હોવાની લોકચર્ચા સાંભળવામાં આવી રહી છે. મહીસાગર નદીમાં અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ની કહેવતને પણ શરમાવે તેવો ઘાટ સર્જાયો છે. તંત્રની રહેમ નજર ગણો કે તંત્રની બેદરકારી ગણો. પરંતુ મહીસાગર નદીમાં કોઈની પણ સાડાબારી રાખ્યા વિના ખનીજ માફિયાઓએ ખનીજ ચોરીની ટંકશાળ પાડી દીધી છે. મહી નદીમાં ઠેક ઠેકાણે ખનન માફિયા દ્વારા ખુલ્લેઆમ રેતી અને બેટનું ખનન કરી બેરોકટોક વહન કરવામાં આવી રહ્યું છે.

નદીનું વહેણ બદલાતા જળસ્તર નીચું જવાની ભીંતિ

બીજી તરફ ખનન માફિયાઓ દ્વારા કરતાં આડેધડ ખનન કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યાં છે.સેવાલીયા પાલીના બે હાઇવે બ્રિજ વચ્ચે ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે.કપડવંજના દનાદરામાં પણ ખનીજ ચોરી થઇ રહી છે.આમ મહીસાગર નદીમાં ગેરકાયદેસર રસ્તા બનાવી કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ખનન માફિયાઓ સામે 55 કરોડનો પોલીસ કેસ બની ચૂક્યો છે. હાલ મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર ખનન ચોરીથી નદીને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે.આડેધડ ખોદકામથી અને રસ્તાથી નદીનું વહેણ બદલાયું છે.જેથી નદીનું વહેણ બદલાતા જળસ્તર નીચું જવાની ભીંતિ સેવાઇ રહી છે.

Vtv ના સળગતા સવાલો  

- ખેડામાં ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી ક્યારે?
- ખાણ-ખનીજ વિભાગ કાર્યવાહી મુદ્દે નિષ્ક્રિય કેમ છે?
- નદીને નુકસાન થઇ રહ્યું છે છતાં કેમ ધ્યાન આપતા નથી?
- ખનન માફિયાઓ રાજકીય વગ ધરાવતા હોવાથી કાર્યવાહી નથી કરાતી?
- શું ખનન માફિયાઓનું અધિકારીઓ સાથે સેટિંગ છે?
- કાળી કમાણી કરતા માફિયાઓના સેટિંગ ક્યાં સુધી છે?
- કોની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થઇ રહી છે?

સંકળાયેલા મુદ્દાઓ

Kheda Mining mafias Panchmahal illegally mining vadodara ખનન માફિયા ગુજરાતી ન્યૂઝ ગેરકાયદે ખનન વડોદરા Kheda
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ