બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Millions of drugs seized from Ahmedabad again: peddlers now adopt new alchemy, NCB also shocked

જાળમાં માફિયા / અમદાવાદથી ફરી ઝડપાયુ લાખોનું ડ્રગ્સ: પેડલરોએ હવે અપનાવ્યો નવો કીમિયો, NCB પણ ચોંકી ગઈ

Mehul

Last Updated: 09:30 PM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનથી સરકારી એસટી બસમાં   ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા નીકળેલા બે શખ્સોને પોલીસે બાતમી મળતા  એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા.

  • રાજસ્થાનથી આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 
  • ST બસ મારફતે લવાતો હતો ડ્રગ્સનો જથ્થો 
  • 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બે ની ધરપકડ 

ગુજરાત રાજ્ય સાહિત અનેક સ્થળો પર ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓ ને ઝડપી પાડવા માટે પોલીસે પણ દ્રઢ સંકલ્પ કર્યો હોય તેમ ડ્રગ્સ માફિયા ઓને પકડવા ડ્રગ્સ   માફિયાઓ રાજસ્થાનથી સરકારી એસટી બસમાં   ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા પણ પોલીસે બાતમી મળતા   એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે.

સરકારી બસનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ

ગુજરાત રાજ્ય શહેર સહિત અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે છતાં આ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનો પીછો છોડી રહ્યાં નથી.. NCB એ ગત મહિને જ શહેરમાંથી એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ આજે ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૨૫૦ ગ્રામ ડ્રગ્સ કેંજેની કિંમત   25 લાખ રૂપિયા થાય છે અને આ જ   એમડી ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડ્યા છે...આ વખતે આ ડ્રગ્સ માફિયાઓ પોલીસને થાપ આપવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી પણ પોલીસે તેમની આ મોડેસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો   છે. ઝડપાયેલા બંને ડ્રગ્સ માફિયાઓ રાજસ્થાનથી સરકારી એસટી બસ માં   ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા પણ પોલીસે બાતમી મળતા   એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે.

ડ્રગ્સ પેડલરોની હવે નવી મોડસ ઓપરેન્ડી
ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ
ડ્રગ્સ પેડલરોએ બદલી મોડરઓપરેન્ડી
ખાનગી વાહનની જગ્યાએ સરકારી બસમાં ડ્રગ્સની હેરાફેરી
ડ્રગ માફિયા તારીક શેખ અને તાહિરહુસેન કુરેશી ઝડપાયા
રાજસ્થાનના જોધપુર ખાતે અફસરખાન પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત
આરોપી તારિકને અગાઉ આતંકી પ્રવૃત્તિઓ બદલ જેલ થયેલી છે

પોલીસે બાતમીને આધારે કરી ધરપકડ

બંને આરોપીઓ નવી મોડરઓપરેન્ડી અપનાવી એ ગુનો આચરવા ગયા હતા જો કે પોલીસે આ નવી મોડરઓપરેન્ડીને પણ ફેલ કરી દીધી છે   પોલીસે ઝડપી પડેલા એમડી ડ્રગ્સના વિશે જો વાત કરીએ તો   ગઈકાલે પોલીસને બાતમી મળી કે અમદાવાદ શહેરમાં રાજસ્થાનના જોધપુરથી અમદાવાદના બે ડ્રગ્સ માફિયાઓ એમડી ડ્રગ્સ લઇને નીકળ્યા છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ચિલોડા વોચ ગોઠવી હતી અને રાજસ્થાનથી આવતા તમામ વાહનોને ચેક કર્યા હતા પણ વાહનોમાંથી કઈ મળ્યું ન હતું.એટલી વારમાં એક એસટી બસને રોકતા તેમાંથી એક શંકાસ્પદ યુવકને ચેક કરતા તેના પાસેથી 250 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 25 લાખ રૂપિયા છે તે જથ્થો કબ્જે કર્યો હતો અને દરિયાપુર રેહતા તારીક શેખ અને તાહિરહુસેન કુરેશીને ઝડપી પાડવામાં આવ્યા છે.. બને ડ્રગ્સ માફિયાઓ રાજસ્થાનના જોધપુર ખાતે ડ્રગ્સ રેકેટ ચલાવતો અફસરખાન પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાની કબૂલાત કરી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ