બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department forecasts heat in Gujarat! Yellow alert in Ahmedabad

આગાહી / ઉનાળો આકરો રહેશે ! બપોરે બહાર નીકળતા પહેલા ચેતજો, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ParthB

Last Updated: 08:36 AM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમાંય છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાંથી અગનવર્ષા વરસાવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો 41 ડિગ્રીની પર પહોંચ્યો

  • અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ
  • રવિવાર સુધી ગુજરાતમાં હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી
  • અમદાવાદમાં તાપમાનો પારો 40 પાર કરીને 41 પર પહોંચી ગયો

અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

હોળી-ધૂળેટીના તહેવાર પછી ગરમીમાં ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી પરંતુ હજુ ચાલુ અઠવાડિયા દરમિયાન લોકોએ ગરમીનો મારો સહન કરવો પડશે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પર પહોંચી ગયું છે. આ સિવાય રાજ્યના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આજે પાછું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર  અને બનાસ કાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે  સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે.

કાળઝાળ ગરમીમાં  વૃદ્ધ તથા બીમાર લોકોએ ખાસ કાળજી લેવી

હવામાન વિભાગની ઓલરેન્જ અને યલો એલર્ટ સાથે લોકોને ફરી એકવાર સાવધાની રાખવાની સલાહ એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન બહાર નીકળતી વખતે હળવા રંગના સૂતરાઉ કપડા પહેરવા અને માથું ઢંકાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું છે. આ સિવાય તાજેતરમાં જન્મેલા બાળકો અને વૃદ્ધ તથા બીમાર લોકોની કાળજી રાખવા માટે જણાવ્યું છે.

આગામી સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ગરમી વધુ વધશે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં ગરમી વધુ વધશે. દરમિયાન, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર ક્ષેત્ર ટૂંક સમયમાં ચક્રવાતી તોફાન 'અસ્ની'માં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, વિદર્ભ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીના કારણે લોકો પરેશાન થવા લાગ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Forecasts Meteorological Department gujarat yellow alert આગાહી ગુજરાત ગુજરાતી ન્યૂઝ યલો એલર્ટ હવામાન વિભાગ Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ