બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorological department forecast for rain in Gujarat 01-09-2022

એલર્ટ / આગામી 48 કલાક ગુજરાતના આ જિલ્લાઓમાં 'ભારે' વરસાદ, હવામાનની આગાહી કહ્યું આ છેલ્લો રાઉન્ડ નથી

Vishnu

Last Updated: 06:19 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ભારત તેમજ કચ્છની સરહદે વરસાદી સિસ્ટમ સક્રિય, આવતીકાલે સૌરાષ્ટ્રમાં મેઘો બઘડાટી બોલાવી શકે

  • રાજ્યમાં ફરી વરસી શકે વરસાદ
  • 5 દિવસ વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

કયા કયા જિલ્લામાં ભારેની આગાહી
રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણદ, ખેડા, અરવલ્લી, મહીસાગર પંચમહાલ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવતીકાલે શુક્રવારે નર્મદા, તાપી ડાંગ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

3 સિસ્ટમ સક્રિય હોવાથી  વરસાદી વાતાવરણ બન્યું
હાલમાં ત્રણ સિસ્ટમ અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી કરી છે. જેમાં એક સિસ્ટમ કચ્છ તરફ. બીજી સિસ્ટમ ઉત્તર ભારત પાકિસ્તાન તરફ અને ત્રીજી સિસ્ટમ દક્ષિણ ભારત તરફથી બની હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ ગાંધીનગરમાં 24 કલાક વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે. 15 સપ્ટેમ્બરે વરસાદી સિઝન પૂર્ણ થવાની શકયતા જેથી 15 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે આ છેલ્લો રાઉન્ડ ન કહી શકાય. 

ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

અંબાલાલની આગાહી
આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rain forecast rain in gujarat ગુજરાત વરસાદ ન્યૂઝ વરસાદ આગાહી હવામાન આગાહી હવામાન વિભાગ Rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ