બુલંદશહેર હિંસા મામલે શહીદના પરિવારે CM યોગી સાથે કરી મુલાકાત

By : vishal 07:38 PM, 06 December 2018 | Updated : 07:38 PM, 06 December 2018
ત્રીજી ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર સુબોધકુમાર સિંહ શહીદ થયા હતા. ત્યારે શહીદ સુબોધસિંહનો પરિવાર આજે સીએમ યોગી આદિત્યનાથને મળ્યો હતો. 

સીએમ યોગી આદિત્યનાથે પરિવારને સાંત્વના આપતા કહ્યું કે, ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે, સુબોધકુમારસિંહના મોટા દીકરા સિવિલ સર્વિસમાં અને નાનો દીકરો વકાલતનો અભ્યાસ કરે છે તો તેમના અભ્યાસનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. 

ઉપરાંત તેમના વિસ્તારમાં રોડનું નામ પણ સુબોધસિંહના નામ પરથી અને તેમના જ નામ પરથી કોલેજ બનાવાશે. યોગી સરકારે શહીદના પરિવારને અગાઉ રૂ. પચાસ લાખની સહાયનું એલાન કર્યુ હતુ. 

એટલું જ નહીં હવે પરીવારના એક સભ્યને નોકરી, બંને બાળકોનું કોચિંગમાં પણ પોલીસ વિભાગ મદદ કરશે. તો પરિવારને સાધારણ પેન્શન પણ મળશે. એટલું જ નહીં તેમના માથેનું રૂ. 30 લાખની હોમલોન પણ યોગી સરકાર ભરશે.Recent Story

Popular Story