બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Mayur Kamdar and Pranali Ben Kamdar run Manjuba kitchens to satisfy the hunger of the hungry.

VTV વિશેષ / દરરોજ 1500 લોકોની આંતરડી ઠારે છે 'મંજુબાનું રસોડું'': માતાની ઈચ્છા પૂર્ણ કરવા ભૂખ્યાની ભૂખ દૂર કરવાનું યજ્ઞ

Dinesh

Last Updated: 05:37 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેવાની સરવાણી: મયુર કામદાર અને પ્રણાલિ બેન કામદારે ભૂખ્યાની ભૂખ દૂર કરવા મંજુબા નું રસોડું થકી એક સન્માનિત પ્રવૃતિથી સતકાર્ય કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે

  • નિરાધારને સાત્વિક અને શદ્ધ ભોજન 
  • માતાની ઈચ્છા ને અવિરત વેગ આપી ભૂખ્યાની ભૂખ દૂર કરે છે 
  • મંજુબાના નામથી મંજુબાનુ રસોડુ થકી એક સન્માનિત પ્રવૃતિ         


ધરતી ઉપરનું કોઈ સૌથી મોટું અને મહાન સુખ એટલે શું એવો કોઈ સવાલ પૂછે તો કદાચ અમીર અને ગરીબ દરેક વ્યક્તિનો એક જ જવાબ હોય અને તે જવાબ એટલે કે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન . જીહા ,પેટનો ખાડો ભરાયેલો હોય તો મનુષ્યને જીવન સુખમય લાગે,આવીજ પેટ પૂર્ણ ભોજનની તૃપ્તિ કરાવે છે એક દંપતી.  તેમની નિષ્ઠાવાન સેવાની વાત એટલે મંજુબા નું રસોડું.

ભૂખ્યાની ભૂખ દૂર કરવા મંજુબા નાં રસોડા સતત કાર્યરત
ચૂલા પર ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે.  રસોડામાં શુદ્ધ અને સાત્વિક ભોજન કોઈ નિરાધારની આંતડી ઠારવા તેઓ બનાવે છે. જેને અલગ અલગ કન્ટેનરમાં ભરી, મોંઘેરા મહેમાન સુધી પહોંચાડી તેને ખૂબ સન્માન સાથે જમાડવામાં આવે છે. પોતાનાં માતાપિતાની ઈચ્છા ને અવિરત વેગ આપવા મયુર કામદાર અને પ્રણાલિ બેન કામદારે ભૂખ્યાની ભૂખ દૂર કરવા મંજુબા નામ સાથે મંજુબા નું રસોડું થકી એક સન્માનિત પ્રવૃતિથી સતકાર્ય કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે 

ભોજન તૈયાર કરાય છે આમંત્રિત મહેમાનો માટે
ચોખ્ખાઈનો સંપૂર્ણ ખ્યાલ રાખીને, દરેક શુદ્ધ વસ્તુનો ઉપયોગ કરી બનતું આ ભોજન એવાં આમંત્રિત મહેમાનો માટે તૈયાર થાય છે કે જેને ત્યાં બે ટાઇમ સ્વાદિષ્ટ અને ભરપેટ જમવું એટલે એક સોનેરી સ્વપ્ન ગણાય છે. કિચનટીમનાં લીડર હિતેશ પટેલ અને તેમની ટીમ સ્વાદિષ્ટ ભોજન ને તમામ રીતે તૈયાર કરાવવા માં લાગી જાય છે ત્યાર બાદ સૌથી મહત્વનું અને સૌથી અનોખું કાર્ય છે. ટીમ ટેસ્ટ એટલે કે તૈયાર થયેલા ભોજન ને હિતેશ પટેલ અને તેમની ટીમનાં દરેક સભ્યો ટેસ્ટ કરે છે
    ટીમટેસ્ટ બાદ માર્કિંગ કરી આખરી નિર્ણય પ્રમાણે ભોજન ને એપ્રુવલ મળે પછીજ  "ફૂડ ઓન વ્હીલ" વાળા ફૂડ ટ્રકમાં કન્ટેનર ચડાવી સફર શરુ થાય છે.  જેટલી ચોખ્ખાઈ અને ચીવટ સાથે આ ભોજન જે લોકો માટે તૈયાર થાય છે તેઓ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝૂંપડપટ્ટી એટલે કે સ્લમ વિસ્તારમાં રહે છે. જે દરેક સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સમયાન્તરે જમવાનુ પૂરા સન્માન સાથે ભાવપૂર્ણ સન્માનિત આમંત્રણ સાથે આપવામાં આવે છે.

ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને સન્માન સાથે સ્વાદિષ્ટ ભોજન જમાડે છે
જમણવારના આગલે દિવસે શહેરની નક્કી કરેલી કોઈ એક ઝૂંપડપટ્ટીમાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે છે. જ્યારે માણસ માણસથી દૂર ભાગતો હતો તેવા કપરા લોકડાઉન સમયની આસપાસ શરૂ કરવામાં આવેલુ " મંજુબાનુ રસોડુ" દરરોજ  સવાર અને સાંજ બન્ને સમય આશરે બારસોથી પંદરસો જેટલાં લોકોને તેમની જગ્યા ઉપર જઈને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને સન્માન સાથે સ્વાદિષ્ટ ભોજન જમાડે છે. સમાજ પ્રત્યેની નિસ્વાર્થ સેવામાં કામદાર દંપતિના સૈનિકોની ટીમ પણ પોતાનુ કર્તવ્ય નિષ્ઠાથી નિભાવે છે. 

વાંચવા જેવું: સૂકું વાતાવરણ, કોલ્ડવેવની આગાહી..., જાણો આવતીકાલે ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ

જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે
દરેક ભૂખ્યા વ્યક્તિનાં પેટની અગ્નિ ઠારવાની સેવા કરતાં કામદાર દંપતી પોતાનાં માતા મંજુબાની ઈચ્છા અને કર્તવ્યનું પાલન કરતાં હોવાનો સંતોષ માનતા હોય તેમ પોતે જીવે ત્યાં સુધી આ રીતે અવિરત પણે સેવા કાર્ય ચાલુ રાખવની ઈચ્છા વ્યક્ત કરી પોતાનાં જીવનમાં સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હોવાનું ગૌરવ અનુભવે છે,અને કહે છે કે જીવનમાં મળેલાં સુખ ને અન્ય જરૂરિયાત મંદ લોકો વચ્ચે વહેચવું તેજ સાચી જવાબદારી કહેવાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ