બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / maxico mayor married to crocodile or alligator as per tradition here are the wedding news

લો કરો વાત! / એક વિવાહ ઐસા ભી! મેક્સિકોમાં મેયરે મગર સાથે કર્યા લગ્ન, હોઠ પર ચુંબન પણ કર્યું

Mayur

Last Updated: 11:29 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોના એક નાના શહેરમાં મેયરે મગર સાથે લગ્ન કર્યા હતા.સંગીત સમારોહ સાથે રંગારંગ કાર્યક્રમમાં શરણાઈ અને ઢોલ-નગારાં સાથે લગ્ન કર્યા હતા. અને મગરને ચુંબન પણ કર્યું હતું.

  • મેક્સિકોના એક શહેરમાં મેયરે મગર સાથે કર્યા લગ્ન
  • વાજતે ગાજતે ચુંબન સાથે સંપન્ન થયા લગ્ન 
  • પ્રાર્થના સમાન પરંપરાનો ભાગ 

મેક્સિકોના એક નાના શહેરમાં મેયરે મગર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પરંપરાગત સંગીત સમારોહ સાથે રંગારંગ કાર્યક્રમમાં થયા હતા. પરંપરા અનુસાર નેતા લોકોની વચ્ચે આવ્યા હતા અને ચુંબન કર્યા બાદ લગ્ન પૂરા કર્યા હતા. 

એક ન્યૂઝ એજન્સી અનુસાર, ગુરુવારના લગ્નમાં સાન પેડ્રો હ્યુઆમેલુલાના મેયર વિક્ટર હ્યુગોએ નમીને પોતાના હોઠ નાના મગરના હોઠ પર લગાવ્યા હતા. જો કે આ દરમિયાન મગરનું મોઢું એકદમ બાંધેલું હતું જેથી તે કરડે નહીં.


એક પ્રાર્થના સમાન પરંપરા 

 આ પરંપરા ઓક્સાકા રાજ્યના ચોંટલ અને હુઆવ આદિવાસી સમુદાયોની સદીઓ પહેલાની છે. તે પ્રકૃતિની સમૃદ્ધિ માટે તેઓ માટે એક પ્રાર્થના સમાન છે.

ઓક્સાકાના પેસિફિક કોસ્ટના મેયર સોસાએ કહ્યું, "અમે કુદરત પાસેથી પૂરતો વરસાદ, પૂરતો ખોરાક માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે અમને નદીમાં માછલી મળે. ઓક્સાકા મેક્સિકોના ગરીબ દક્ષિણ વિસ્તારમાં સ્થિત છે. તે દેશની સૌથી સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે. "અમારા ઘણા જૂથોએ તેમની ભાષા અને પરંપરાને જાળવવાનો આગ્રહ કર્યો છે.

સાન પેડ્રો હુઆમેલુલાની જૂની પરંપરા હવે કેથોલિક આધ્યાત્મિકતા સાથે ભળી ગઈ છે. આમાં મગરને સફેદ ડ્રેસમાં પહેરવાનો અને અન્ય રંગબેરંગી પોશાક પહેરવાનો સમાવેશ થાય છે. સાત વર્ષની મગરને નાની રાજકુમારી કહેવામાં આવે છે, તે પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને સ્થાનિક નેતા સાથેના તેણીના લગ્નનો અર્થ માનવોને દેવતાઓ સાથે જોડવાનું માનવામાં આવતું હતું.

શરણાઈ અને ઢોલ-નગારાં વાગે કે તરત જ સ્થાનિક લોકો તેમની મગરની કન્યાને હાથમાં લઈને ગામની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. પુરુષો તેમની ટોપીઓ વડે તેના પંખાને વીંઝટ હતા. દેવમાતા તરીકે ઓળખાતી ઇલ્યા ઇદીથ એગ્યુલારે આ લગ્નનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે આ લગ્ન કરાવવાનું તેઓને સન્માન મળ્યું છે, તેમણે કન્યા શું પહેરશે તે પસંદ કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક સુંદર પરંપરા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ