બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / VTV વિશેષ / Matha News for Indians who want to go abroad, this hot favorite country will reconsider the visa rules, what will be the impact

મહામંથન / વિદેશ જવા ઈચ્છુક ભારતીયો માટે માઠા ન્યૂઝ, આ હોટ ફેવરેટ દેશ વીઝાના નિયમોમાં કરશે ફેરવિચારણાં, શું પડશે અસર?

Dinesh

Last Updated: 09:07 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: કેનેડા સરકારની જેમ જ યુ.કે. અને ઓસ્ટ્રેલિયાની સરકારે તેના નવા વીઝા નિયમો કડક કર્યા છે. તમામ નિયમો એવા છે કે જેની અસર વિદેશમાં ભણવા માટે અથવા તો રોજગાર માટે ઈચ્છુક ભારતીયો ઉપર પડશે

  • નવા નિયમોની કેવી પડશે અસર?
  • કેનેડાના ઈમિગ્રેશન મંત્રીનું સૂચક નિવેદન
  • વીઝાના નિયમો અંગે થશે ફેરવિચારણાં

છેલ્લા થોડા સમયથી વિદેશમાં વસતા ભારતીયોનો મુદ્દો કોઈને કોઈ કારણથી ચર્ચામાં આવતો રહે છે. આ વખતે ચર્ચાનું કારણ છે કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલર કેનેડાની સ્થાનિક ટેલિવિઝન ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે કેનેડામાં વધતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી અને આ બાબતે સરકાર તરફથી ચોક્કસ પોલિસી ઘડવાની વિચારણા ચાલી રહી હોવાની વાત કરી. અત્યારે કેનેડામાં સ્થિતિ એવી છે કે વિદેશી વિદ્યાર્થીઓ એમા પણ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વ્યાપક છે અને તેની સામે રહેવા માટે ઘર જ ઉપલબ્ધ નથી. જો છે તો તે અત્યંત મોંઘી કિંમતે છે. કેનેડા સરકારની જેમ જ યુ.કે. અને ઓસ્ટ્રેલિયાની સરકારે તેના નવા વીઝા નિયમો કડક કર્યા છે. તમામ નિયમો એવા છે કે જેની અસર વિદેશમાં ભણવા માટે અથવા તો રોજગાર માટે ઈચ્છુક ભારતીયો ઉપર પડશે. બીજી તરફ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુ.કે. અને અમેરિકા એવા દેશ છે કે જ્યાં વધુ સંખ્યામાં ભારતીયો જવા માટે ઈચ્છુક છે. સવાલ એ છે કે ભારતીયોના વસવાટ માટે જે અનુકૂળ દેશ હતા ત્યાં સ્થાનિક સ્તરે બેરોજગારી અને આવાસની અછત આખરે કેમ ઉભી થઈ?. સરકારની નીતિ ભલે તમામ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે હોય પણ ભારતીયોનો હિસ્સો સ્વભાવિક રીતે વધુ છે એટલે અસર ભારતીયોને વધારે થવાની તે પણ હકીકત છે. આખરે આ તમામ પ્રશ્નોના મૂળમાં બીજા કયા કારણો રહેલા છે 

વિદેશમાં નિયમો કડક થવાની તૈયારી
વિવિધ દેશમાં ભણતર, રોજગાર માટેના નિયમો કડક કરવા તૈયારી થઈ રહી છે. મોટાભાગના દેશ એવા છે કે જ્યાં ભારતીયો વધુ સંખ્યામાં છે. કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશ નીતિ બદલી રહ્યા છે. અન્ય દેશના વિદ્યાર્થીઓ માટે કડક નિયમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયામાં ભારતીયો મોટા પ્રમાણમાં વસ્યા છે. ઈમિગ્રેશન માટેના નવા નિયમોથી ભારતીયોને અસર થઈ શકે છે. ભણતર, રોજગારી માટે આવતા લોકોને અસર પડી શકે છે.

કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ શું કહ્યું?
કેનેડામાં સ્થાનિકો માટે રોજગારીની સમસ્યા ઉભી થઈ છે. બહારથી આવતા લોકો સામે આવાસની અછત તેમજ કેનેડામાં મોંઘુ જનજીવન મોટી સમસ્યા છે.  કેનેડામાં વસતા અન્ય દેશના વિદ્યાર્થીઓ વધુ છે. અન્ય દેશના વધતા વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર નિયંત્રણ માટે વિચાર થઈ રહ્યો છે. આવાસની માંગ ઘટાડવા વિદ્યાર્થીઓની સંખ્યા નિયંત્રિત કરાશે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતા ઓફર લેટર્સની ચકાસણી માટે તેમજ કર્મચારીઓની સરેરાશ ઉમર ઘટાડવા અંગે પણ વિચાર થઈ શકે છે. ઘરની સંખ્યા કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે.

ઓસ્ટ્રેલિયાની સરકારનો નિર્ણય શું?
બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કોરોના પહેલાના સ્તર સુધી વિદ્યાર્થીઓની સંખ્યા લઈ જવાશે તેમજ જૂન 2025 સુધીમાં ઈમિગ્રેશન લેવલ ઘટાડવા ઉપર ભાર  મુકાશે. ઓસ્ટ્રેલિયામાં બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવાસની અછત છે તો ઓછી સ્કીલ ધરાવતા વિદેશીઓ માટે કડક નિયમ બન્યા છે. અંગ્રેજી ભાષા અંગેના નિયમ પણ વધુ કડક કરાયા છે. અંગ્રેજીના ટેસ્ટમાં ઉચ્ચ ગુણાંક જરૂરી છે. એક વિદ્યાર્થી બીજા વીઝા માટે અરજી કરે તો તપાસ કડક કરાશે

યુ.કે.માં નવા નિયમો શું?
બ્રિટન અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે નિયમ બદલ્યા
અનુસ્નાતકનો કોર્સ કરતા વિદ્યાર્થીઓ પરિવારજનને સાથે લાવી શકતા હતા
નવા નિયમ મુજબ નોન રિસર્ચ અભ્યાસક્રમમાં પરિવારજનોને સાથે લાવવા મનાઈ
વિદ્યાર્થીઓ માટેના ડિપેન્ડન્ટ વીઝાના નિયમોમાં ફેરફાર
સ્નાતકથી નીચેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિયમ પહેલેથી જ છે
યુ.કે.માં ઘણાં ભારતીય વિદ્યાર્થીના પરિવારજનો ડિપેન્ડન્ટ વીઝા ઉપર છે
નવા નિયમથી ભારતીય વિદ્યાર્થીઓને વ્યાપક અસર થવાનું અનુમાન

આ આંકડા પણ મહત્વના
ટેકનોલોજી ક્ષેત્રના 32 હજાર ભારતીયો એક વર્ષમાં કેનેડા ગયા છે. 2021-2022માં અમેરિકા તરફથી ભારતીયોને સૌથી વધુ ડિપેન્ડન્ટ વીઝા મળ્યા જ્યારે 7 હજારથી વધુ ડિપેન્ડન્ટ વીઝા ઓસ્ટ્રેલિયા તરફથી ભારતીયોને એક વર્ષમાં ઈશ્યૂ થયા છે. કેનેડાના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 39% તેમજ જૂન 2023માં સ્ટડી વીઝામાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 30% છે.  2020થી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા 30% વધી છે. અમેરિકાના ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો 75% સુધી પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ભણતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 17% છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ