બ્રેકિંગ ન્યુઝ
VTV / matcha tea has many health benefits
Bijal Vyas
Last Updated: 05:02 PM, 12 March 2023
ADVERTISEMENT
દરેક વ્યક્તિની સવાર ચાથી જ થાય છે, માથુ દુખે કે મુડ ન આવે તો પણ ફ્રેશ થવા માટે ચા પી છે. તમે બ્લેક ટી, ગ્રીન ટી, હર્બલ ટી, મિલ્ક ટી વિશે સાંભળ્યુ જ હશે, અને ચુસ્કીઓ પણ લીધી હશે. પરંતુ શું તમે માચા ટી વિશે સાંભળ્યું છે? કે તેનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં તો આજે તમને માચા ટી વિશે અને તેનાથી થતા જબરદસ્ત ફાયદાઓ વિશે જણાવીએ...
માચા ટી દ્વારા અનેક ફાયદા થાયછે. આ કૈમેલિયા સાઇનેંસિસ નામના છોડમાંથી તૈયાર થાય છે. આ ચા ફક્ત એક રેગ્યુલર ટી જ નથી. માચા ટી પીવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.
ADVERTISEMENT
માચા ટી પીવાના ફાયદાઃ
1 એન્ટીઓક્સિડેન્ટથી ભરપુરઃ એન્ટિઓક્સિડેન્ટ શરીરમાંથી ખરાબ મોલિક્યૂલ્સને રિમૂવ કરવામાં મદદ કરે છે, અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછો કરે છે. માચા એન્ટીઓક્સિજેન્ટ ભરપુર માત્રામાં રહેલ છે. ફૂડ રિસર્ચ ઇન્ટરનેશનલમાં એક સ્ટડી અનુસાર, ટીમાં ફ્લેવોનોયડ્સ પણ હાજર હોય છે. આ ચાના ફ્લેવોનોયડ્સ સોજાને ઓછા કરવામાં મદદ કરે છે અને દાંતોને સડવાથી બચાવે છે.
2. કેન્સરથી બચવામાં મદદગારઃ અનેક રિસર્ચમાં કેન્સર વિરુદ્ધ એક પ્રભાવી ઉપાય બતાવ્યા છે. જો કે કોઇ શોધમાં આ ટીને પીવાથી કેન્સરથી બચાવા માટે કોઇ ગેરન્ટી આપવામાં આવતી નથી. પરંતુ એવુ પણ નથી કે આ કેસન્સ સામે લડવામાં મદદ નથી કરી શકતા.
3. બ્રેન ફંક્શનમાં સુધારઃ માચા ટી બ્રેનના ફંક્શનને વધારવામાં કારગર સાબિત થઇ શકે છે. હેલ્થલાઇનની રિપોર્ટ અનુસાર, માચા ટી પીવાથી યાદશક્તિ વધારવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.
4. વેઇટ લોસઃ નેશનલ ઇનસ્ટિટ્યૂટ ફોર હેલ્થ અનુસાર, માચા ટી વેઇટ લોસમાં તમારી મદદ કરી સકે છે. આ એનર્જી એક્સપેંડિચર અને ફેટ ઓક્સિડેન્ટને વધારે છે અને લિપોજેનેસિસ તથા ફેટ અબ્જોપ્શર્નને ઓછુ કરે છે.
5. ગ્લોઇંગ સ્કિનઃ માચા ટી કેટેચિનની સારી એવી માત્રા હોય છે. કેટેચિન એક એવુ કંપાઉન્ડ છે જે સ્કિનને ગ્લોઇંગ બનાવવા અને કોલેજનના લેવલમાં સુધારો કરવામાં મદદ કરે છે. માચા ટીમાં ઉપયોગ કરાતો પાઉડર આંતરિક અને બહારી બંને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.