વિયેતનામની રાજધાનીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થઈ ચુક્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
વિયેતનામની રાજધાનીમાં લાગી ભીષણ આગ
આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા
કોમ્પ્લેક્ષના ટોપ ફ્લોર પર આગ લાગી
વિયેતનામની રાજધાનીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થઈ ચુક્યા છે અને કેટલાય લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. અહીં આગ હો ચી મિન્હની રાજધાની પાસે સાઉદર્ન વિયેતનામમાં એક કરાઓકે બાર કોમ્પ્લેક્સમાં લાગી હતી. જ્યાં કેટલાય લોકો ફસાઈ ગયા હતા. ઘટના મંગળવાર રાતની છે, જ્યારે કોમ્પ્લેક્ષના ટોપ ફ્લોર પર અચાનક આગ લાગી ગઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, બીજા અને ત્રીજા માળની વચ્ચે બચવા માટે ચાર લોકો કૂદી ગયા હતા, જે ગંભીર રીતે ઘાયલ થયા છે. પણ તેમના જીવ બચી ગયા છે.
જો કે, ઘટનાની જાણકારી મળતા જ ફાયરફાયટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આગ કેવી રીતે લાગી તેની જાણ થઈ નથી. બિલ્ડીંગમાં 29 રૂમ છે, જ્યાં એન ફુ કરાઓકે બાર સ્થિત આવેલી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ,બિલ્ડીંગમાં ત્રણ માળ સુધી આગ ફેલાયેલી હતી. જ્યાં ડોકેટેરશન અને લાકડા પર ડિઝાઈન અને ડેકોરેટ કરેલુ હતું.
બિલ્ડીંગમાં ફસાયેલા હતા 40 લોકો
આગ ફેલાતા બિલ્ડીંગમાં ફસાયેલા લોકો બાલ્કનીમાં એકઠા થયા હતા, જ્યાં લાકડાનું ડોકેર્શન બનાવેલુ હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં 40 લોકો ફસાયેલા હતા. ફાયરફાયટર્સ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બાદમાં અંદર જઈને સર્ચ ઓેપરેશન હાથ ધરતા 14 લોકોની લાશ મળી આવી હતી. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે, મૃતક લોકોમા અમુક ગ્રાહકો અને સ્ટાફ મેમ્બર હોવાનું કહેવાય છે.