બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Massacre committed by 4 persons with a young woman

ક્રાઈમ / મહેસાણામાં 4 શખ્સોએ યુવતીને બનાવી હવસનો શિકાર, અપહરણ કર્યા બાદ યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ

Ronak

Last Updated: 10:34 AM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના કડીમાં એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમા 4 શખ્સોએ પહેલા યુવતીનું અપહરણ કર્યું અને બાદમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુું છે.

  • મહેસાણા કડીમાં સામૂહિક દુષ્કર્મનો બનાવ 
  • 4 શખ્સોએ યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ 
  • અપહરણ કર્યા બાદ યુવતીને બનાવી હવસનો શિકાર 

રાજ્યમાં  મહિલાઓ સાથે બની રહેલા અત્યાચારના બનાવો હવે એક ચિંતાનો વિષ બન્યો છે. દિવસેને દિવસે હવે રાજ્યમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુમાં ફરી મહેસાણાના કડીમાં દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં સાંભળીને આપને નવાઈ લાગશે કે 4 શખ્સોએ યુવતી સાથે  સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. 

પહેલા યુવતીનું અપહરણ કર્યું 

બનાવની જો વિગતવાર વાત કરીએ તો નકડીના નંદાસણ નજીક આ બનાવ બન્યો છે. જ્યા સૌથી પહેલા તો આરોપીઓએ યુવતીનું અપહરણ કર્યું હતું. બાદમાં તેઓ અપહરણ કરીને યુવતીને મહેસાણા-બહુચરાજી હાઈવે પર લઈ ગયા હતા. 

ચાર શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ 

આરોપીએ મહેસાણા-બહુચરાજી હાઈવે પર યુવતીને લઈ જઈને ત્યા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે ચારેય શખ્સોએ યુવતીને હવસનો શિકાર બનાવી છે તે ચારેય શખ્સો મિત્રો હોવાનું સામે આવ્યું છે. બનાવને કારણે યુવતી એટલી ગભરાઈ ગઈ છે કે તે ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી છે. 

પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે ચાર શખ્સો સામે નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો હવે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kadi Mahesana gang rape કડી મહેસાણા સામૂહિક દુષ્કર્મ mahesana rape case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ