maruti baleno got 25 thousands bookings in 16 days
તમારા કામનું /
મારૂતિની નવી શાનદાર હૅચબૅક કારનું 16 દિવસમાં જ 25 હજાર બુકિંગ, જાણો ફીચર્સ અને કિંમત
Team VTV03:42 PM, 01 Mar 22
| Updated: 03:55 PM, 01 Mar 22
મારુતિ સુઝુકીએ પોતાની પોપ્યુલર હેચબેક મારુતિ બલેનોને અપડેટ કરતા તેના ફેસલિસ્ટ વર્ઝનને લોન્ચ કર્યું છે જેનું પ્રી બુકિંગ કંપનીએ લોન્ચ પહેલા જ 7 ફેબ્રુઆરીથી શરુ કરી હતી.
મારુતિ સુઝુકીએ પોપ્યુલર હેચબેક મારુતિ બલેનોનેના ફેસલિસ્ટ વર્ઝનને લોન્ચ કર્યું
કારને 25,000 બુકિંગ મળી ચુકી છે
જાણો ફીચર્સ
મારુતિ લોન્ચ કરી રહ્યું છે બલેનોનું અપડેટ વર્ઝન
મારુતિ સુઝુકીએ પોતાની પોપ્યુલર હેચબેક મારુતિ બલેનોને અપડેટ કરતા તેના ફેસલિસ્ટ વર્ઝનને લોન્ચ કર્યું છે જેનું પ્રી બુકિંગ કંપનીએ લોન્ચ પહેલા જ 7 ફેબ્રુઆરીથી શરુ કરી હતી.
કંપની દ્વારા મળેલ જાણકારી અનુસાર, મારુતિ બલેનો ફેસલિસ્ટ 2012ને મોટી સફળતા મળી રહી છે જેમાં બુકિંગની શરૂઆતથી લઈને અત્યાર સુધી આ કારને 25,000 બુકિંગ મળી ચુકી છે.
આ બંપર બુકિંગ મળ્યા સાથે જ કંપનીએ આ કારની ડિલીવરી પણ શરુ કરી છે તથા તેને ટેસ્ટ ડ્રાઈવ માટે વધારેમાં વધારે ડીલરશીપ પર પહોંચાડવામાં આવી છે.
મારુતિ બલેનો 2022ના એંજીન તથા પાવરની વાત કરીએ તો આમાં આપવામાં આવ્યું છે લેટેસ્ટ સીરીઝનું ડ્યૂલ જેટ તથા ડ્યૂલ વીવીટી એંજીન. આ 89 એચપીનાં અધિકતમ પાવર તથા 113 એનએમનાં પીક ટોર્ક જનરેટ કરે છે જેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ તથા એએમટી ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ અપાયો છે.
માઈલેજને લઈને કંપનીનો દાવો છે કે આ કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન પર 22.35 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપે છે તથા એએમટી ટ્રાન્સમિશન પર 22.94 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપે છે.
જાણો ફીચર્સ
મારુતિ બલેનોનાં ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આમાં 360 ડીગ્રી કેમેરા, 9.0 ઈંચની સ્માર્ટપ્લે પ્રો પ્લસ ઈંફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે જે એન્ડ્રોઇડ ઓટો તથા એપ્પલ કારપ્લેની કનેકટીવીટી સાથે આવે છે.
આ સાથે જ હેડ અપ ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ, વોઈસ કમાંડ સપોર્ટ, ટેલિસ્કોપિક સ્ટીયરીંગ એડજસ્ટમેંટ, કીલેસ એંટ્રી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
કારના સેફટી ફીચર્સની વાત કરીએ તો આમાં 6 એરબેગ્સ, ઈએસપી તથા હિલ હોલ્ડ અસિસ્ટ, ઈબીડી, એબીએસ, રિયર પાર્કિંગ સેંટર, ડ્રાઈવર તથા કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઇન્ડર, હાઈ સ્પીડ અલર્ટ, રિયર પાર્કિંગ સેંસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
શું છે કિંમત?
કિંમતની વાત કરીએ તો કંપની આના વેરીયંટની કિંમત અલગ અલગ રાખી છે જે આ પ્રકારે છે.
મારુતિ બલેનોનાં સિગ્મા વેરીયંટની શરૂઆતી કિંમત 6.35 લાખ રૂપિયા છે તો તેના ડેલ્ટા વેરીયંટની શરૂઆતી કિંમત 7.19 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
મારુતિ બલેનોનાં જેટા વેરીયંટની શરૂઆતી કિંમત 8.09 લાખ રૂપિયા છે તો તેના આલ્ફા વેરીયંટની શરૂઆતી કિંમત 8.99 લાખ રૂપિયા છે.
કંપની આ નવી જનરેશન બલેનોનું સીએનજી વર્ઝન પણ લોન્ચ કરશે જેમાં આ કારને ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ સાથે લોન્ચ કરવામાં આવશે.