બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / Manohar lal khattar hariyana came up with new liquor policy 2023

કરેંગે દારૂ પાર્ટી / લો બોલો! ઑફિસમાં જ 'પી લે...પી લે...', બારમાં મોજ માણશે લોકો, ભાજપ સરકાર લાવી નવી પોલિસી

Vaidehi

Last Updated: 10:25 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોહર લાલ ખટ્ટર સરકાર હરિયાણામાં નવી લિકર પોલીસી લઈને આવી રહી છે. હવે ઓફિસમાં કર્મચારીઓ આલ્કોહોલનું સેવન કરી શકશે. ઓફિસમાં જ bar બનાવવામાં આવશે. જાણો નવો નિયમ.

  • મનોહર લાલ ખટ્ટર સરકાર લાવી નવી લિકર પોલિસી
  • હરિયાણામાં કોર્પોરેટ્સમાં કર્મચારીઓ ઓફિસમાં આલ્કોહોલનું સેવન કરી શકશે
  • ઓછી માત્રામાં આલ્કોહોલ હોય તેવા પીણાનું સેવન કરવાની મળી પરવાનગી

Haryana Liquor Policy: હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકાર હવે પ્રદેશમાં નવી લિકર પોલીસી લઈને આવી રહી છે જે અંતર્ગત હવે ઓફિસમાં જ કર્મચારીઓ મદીરાપાન કરી શકશે. ઓફિસની અંદર જ બાર બનાવવામાં આવશે. 12 જૂનથી રાજ્યભરમાં સ્થિત મોટાં કોર્પોરેટ કાર્યાલયમાં ઓછી માત્રાવાળા આલ્કોહોલ પીણાં જેવા કે બીયર, વાઈન વગેરે પીવું શક્ય બનશે. 

9 મેનાં હરિયાણા મંત્રીપરિષદે 2023-24 આબકારી નીતિ (લિકર પોલિસી) લાગૂ કરી છે. તેમાં ઓછામાં ઓછાં 5000 કર્મચારીઓવાળા એક કોર્પોરેટ કાર્યાલયમાં બીયર, દારુ વગેરે પીવા માટે તૈયાર પેય પદાર્થોની પરવાનગી મળશે. હરિયાણા સરકારની લિકર પોલિસી અનુસાર એક કોર્પોરેટ કાર્યાલયનાં પરિસરમાં ઓછી માત્રાવાળા આલ્કોહોલ પેય પદાર્થોનાં વપરાશ માટે એક લાયસેંસ L-10F આપવામાં આવશે.

શું છે નવો નિયમ?
L-10F લાયસેંસ કોર્પોરેટ કાર્યાલયને ત્યારે જ આપવામાં આવશે જ્યારે કેંટિન કે ભોજનાલયનું ન્યૂનતમ ક્ષેત્રફળ 2000 વર્ગફુટ કે તેથી વધારે છે.  નીતિ અનુસાર,' લાયસેંસ આપવાની પ્રક્રિયા bar લાયસેંસની પદ્ધતિથી લાગૂ પડશે. L 10F લાયસેંસ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન કિમશ્નર દ્વારા નિશ્ચિત નિયમો અને શરતો પર 10 લાખ રૂપિયાનાં વાર્ષિક ચૂકવણી પર આપવામાં આવશે. આ લાયસેંસ ફી સિવાય 3 લાખ રૂપિયાની સિક્યોરિટી પણ આપવી પડશે. લાયસેંસ ધારક પાસે નીતિનાં ખંડ 9.8.9 અનુસાર આલ્કોહોલનો સ્ટોક ખરીદવો પડશે. આ લાયસેંસ ક્લેક્ટર દ્વારા આબકારી અને ટેક્સ કમિશ્નર દ્વારા ફાળવવામાં આવશે.

ઇવેન્ટ્સ અને શો માટે એપ્લિકેશન ફીમાં વધારો થયો
રાજ્ય સરકારે મનોરંજન શો, પ્રદર્શનો, કોમેડી શો, મેજિક શો, મેગા શો, સેલિબ્રિટી ઈવેંટ અને આ પ્રકારનાં અન્ય કાર્યક્રમો દરમિયાન આયોજકોને આલ્કોહોલ રાખવા માટે અસ્થાઈ લાયસેંસ L 12AC માટે એપ્લિકેશન ફી આપવી પડે છે જે વધારવામાં આવી છે. 5 હજાર વ્યક્તિઓવાળા પ્રોગ્રામ માટે ફી 10000 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા પ્રતિ કાર્યક્રમ કરવામાં આવ્યું છે. 5 હજારથી 25000 લોકો માટેનાં એક ઈવેંટની ફી 1 લાખથી વધારીને 2.50 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. 25 હજારથી વધારેની જનતા માટે ફી 5 લાખ પ્રતિ ઈવેંટથી વધારીને 10 લાખ પ્રતિ દિવસ પ્રતિ ઈવેંટ કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ