મણિપુરમાં ભૂસ્ખલનના કારણે શુક્રવારે વધુ 9 મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચુક્યા છે.
મણિપુરમાં થયેલી ભૂસ્ખલનની ઘટનામાં વધુ 9 મૃતદેહ મળી આવ્યા
અત્યાર સુધીમાં 17 લોકોના થયા મોત
હજૂ પણ 47 લોકો ગુમ હોવાનું સામે આવ્યું
મણિપુરમાં ભૂસ્ખલનના કારણે શુક્રવારે વધુ 9 મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 47 લોકો હજૂ પણ ગુમ છે. જ્યારે ઘાયલ થયેલા 18 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. નોને પ્રાંતમાં રેલ્વે નિર્માણ સ્થળ પર ગુરુવારે ભૂસ્ખલન બાદ કેટલાય લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.
ગુરૂવાર રાતે રેસ્ક્યૂ ઓપરેશન રોકાયા બાદ આજે સવારે ફરી ઘટનાસ્થળે રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 લોકો તેમાંથી 14 સેનાના જવાન, બે શ્રમિક અને એક અજાણ્યો વ્યક્તિ સામેલ છે. જે ભૂસ્ખલનની ઘટનામાં માર્યા ગયા છે. ભૂસ્ખલનની આ ઘટના અઠવાડીયા સુધી ચાલેલા વરસાદના કારણે થઈ હતી.
Search operations by Indian Army, Assam Rifles, Territorial Army, SDRF & NDRF continued at the incident site at Tupul, Manipur today. Mortal remains of eight more Territorial Army personnel and four more civilians were recovered during the search today. : Indian Army pic.twitter.com/CbtZjXhg3N
હાલમાં આ ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. હાલમાં એ કહેવુ જોખમી રહેશે કે, હજૂ કેટલા લોકો દટાયેલા છે. ભૂસ્ખલનની આ ઘટના બુધવારે મોડી રાતે અને ગુરૂવારે સવારે થઈ હતી. જ્યાં રેલ્વે નિર્માણ શ્રમિકોની સુરક્ષા માટે 107 પ્રાદેશિક સેના એકમને તૈનાત કરવામાં આવી હતી. જે જિરીબામથી ઈંફાલ સુધી એક રેલ લાઈનનું નિર્માણ કરી રહ્યા હતા. બૂસ્ખલનની આ ઘટના બાદ રેલ્વે, સ્થાનિક પ્રશાસન અને નેશનલ તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિઝ રેસ્ક્યૂ ઓપેરશનમાં લાગેલી છે.