બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Man Vs Wild: Bear Grylls Reveals Similarity Between Narendra Modi & Barack Obama

ઈન્ટરવ્યૂ / મેન vs વાઈલ્ડ: PM મોદી અને ઓબામામાં શું છે સમાનતા? જાણો બેયર ગ્રિલ્સના શબ્દોમાં

Bhushita

Last Updated: 03:55 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલના લોકપ્રિય શૉ મેન વર્સિઝ વાઈલ્ડમાં હોસ્ટ બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે. આ ખાસ એપિસોડ 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થશે. ANI સાથેની વાતચીતમાં શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ પીએમ મોદીથી પ્રભાવિત થયેલા જોવા મળ્યા.

બેયરે પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ શાંત અને સંતુલિત રહે છે. બેયરના આ શૉમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ જોવા મળી ચૂક્યા હતા. બેયરને સવાલ કરવામાં આવ્યો કે પીએમ મોદી અને બરાક ઓબામામાં તમને કોઈ સમાનતા જોવા મળી કે પછી તે બંને અલગ છે. આ સમયે બેયરે જણાવ્યું કે મને કેટલાક વર્ષ પહેલાં તેમની સાથે અલાસ્કામાં એક ટ્રિપ પર જવાનો અવસર મળ્યો હતો. બંનેમાં જે વાત એકસરખી હતી તે એ કે બંને ઇચ્છે છે કે પ્રકૃતિને બચાવવી પડશે.

અમેરિકાના વેલ્સમાં રહેતા બેયર ગ્રિલ્સે કહ્યું કે પીએમ મોદી એ વ્યક્તિ છે જે પ્રકૃતિને વિશે ઘણું વિચારે છે. આ જ કારણ હતું કે તેઓ અમારી સાથે આવ્યા, તેઓએ એક યુવાનના રૂપે જંગલમાં સમય પસાર કર્યો છે. તેમને જોઈને હું હેરાન રહેતો કે તેઓ જંગલમાં આટલા સંતુલિત, શાંત અને કંફર્ટેબલ રહી શકે છે. પીએમ મોદી પહેલાં બરાક ઓબામાની સાથે શો કરી ચૂકેલા બેયર ગ્રિલ્સને પૂછવામાં આવ્યું કે  મોદી- ઓબામામાં શું સમાનતા છે તો જાણો તેઓએ શું જવાબ આપ્યો.

બેયરે કહ્યું કે ભારત ખૂબ જ સુંદર દેશ છે. તેમાં સુંદરતા છે અને સાથે તમારે તેને સાચવવી જોઈએ, પણ આ જવાબદારી દરેક વ્યક્તિ લે તો જ સંભવ છે. તેમાં નાની ચીજો જેમકે થૂંકવું નહીં, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને બચાવવું વગેરે સામેલ કરવી જોઈએ. બેયરે જણાવ્યું કે તમે શૉમાં પીએમ મોદીની પર્સનાલિટીના એ ભાગને જોશો જે તમે પહેલાં ક્યારેય જોયો નહીં હોય. ટીમે પરત આવીને પહેલી વાત એ કહી હતી કે આ દેશમાં સૌથી વધારે જોનારો જાણીતો શૉ બનવા જઈ રહ્યો છે. તેઓએ ઉમેર્યું કે હું પણ આવું જ ઈચ્છું છું. બેયર ગ્રિલ્સનો આ સર્વાઈવલ શૉ દુનિયાભરમાં લોકપ્રિય છે અને પીએમ મોદીના એપિસોડને ભારતમાં કુલ 8 ભાષાઓમાં બતાવાશે અને સાથે ડિસ્કવરી દુનિયાભરના લગભગ 180 દેશોમાં આ શૉનું પ્રસારણ કરાશે.

બેયરે હસતાં હસતાં કહ્યું કે મેં આખા પ્રવાસમાં અનુભવ્યું છે કે અમે કંઈપણ કરી રહ્યા હતા પણ તેઓ સંપૂર્ણ સમયે શાંત અને સંતુલિત જોવા મળ્યા. બેયરે કહ્યું કે આ સારી વાત છે કે વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ આટલા શાંત હતા. વર્લ્ડ લીડર હોવાના કારણે આ સારી બાબત છે. બેયરે એ પણ જણાવ્યું કે પીએમ મોદીની શાલીનતાએ તેમને પ્રભાવિત કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Barak Obama Bear Grylls Discovery India Man vs Wild PM modi international news Interview
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ