મહારાષ્ટ્રના થાણેમાં 15 વર્ષીય સગીરા પર ગૈંગરેપની એક ખૌફનાક ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્રના થાણેની ખૌફનાક ઘટના
15 વર્ષીય સગીરા પર ગૈંગરેપની ખૌફનાક બનાવ
ગૈંગરેપ કરીને દોસ્તે બનાવ્યો વીડિયો
બ્લેકમેલ કરીને 29 લોકોએ આચર્યું દુષ્કર્મ
23 આરોપીની ધરપકડ
ઘટના જાન્યુઆરીની છે પરંતુ પોલીસે આજે ખૌફનાક ગુનાની વિગતો જાહેર કરી છે. થાણે પોલીસે જણાવ્યું કે 8 મહિનાના સમયગાળામાં 15 વર્ષીય સગીરા પર 29 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે કહ્યું કે પહેલા બોયફ્રેન્ડે સગીરા પર રેપ કરીને વીડિયો બનાવ્યો. ત્યાર બાદ શરુ થયો બ્લેમેલનો ખેલ. સગીરાને આ વીડિયો દેખાડી દેખાડીને ઓછામાં ઓછા 29 લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું. આ કાળા કામમાં 2 સગીરો પણ સામેલ હતા.
બોયફ્રેન્ડે સગીરાના રેેપનો વીડિયો બનાવ્યો
એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ઈસ્ટ રિજિયન) દત્તાત્રેય કરાલેએ જણાવ્યું કે જાન્યુઆરીમાં બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ પર રેપ કરીને વીડિયો બનાવ્યો હતો. આરોપી બોયફ્રેન્ડના હાથમાં રેપનો વીડિયો હોવાથી તેની હિંમત ખુલી અને પછી તે વીડિયો દેખાડીને સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો. ત્યાર બાદ તો દુષ્કર્મનો સિલસિલો શરુ થયો. સગીરા લાચાર હોવાથી આરોપી જેમ કહેતો રહ્યો તેમ કરતી રહી. તે મોં ખોલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતી. આરોપીએ તેના મિત્રો અને ઓળખીતાને આ વીડિયો દેખાડ્યો હતો અને ત્યાર 29 લોકોએ સગીરાને ડોમ્બિવલી, બાદલપુર સહિતના ચારથી પાંચ ઠેકાણે લઈને જઈને દુષ્કર્મ કરતા રહ્યાં હતા.
24 આરોપીઓની ધરપકડ
એડિશનલ કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે સગીરાની ફરિયાદને આધારે અત્યાર સુધીમાં 24 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે બાકીના શોધખોળ ચાલુ છે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે.